મનોરંજન

રિતેશ દેશમુખ-જેનેલિયાએ લીધો મોટો નિર્ણય, માસૂમ બાળકોનો પણ વિચાર નહીં કર્યો!

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા બી-ટાઉનના આદર્શ અને ક્યુટ કપલમાંથી એક છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર કપલ ગોલ આપતા જોવા મળે છે. લગ્નના 12 વર્ષ પછી પણ બંને એક નવા કપલ જેવા લાગે છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને એકબીજાને ખૂબ માન પણ આપે છે.

તેમના બે દીકરાઓ પણ બોલિવૂડના એકદમ સંસ્કારી સંતાન ગણાય છે. આ દરમિયાન કપલે તેમના જીવનનો એક મોટો નિર્ણય લીધો છે. દંપતીએ જણાવ્યું કે તેઓ તેમના અંગોનું દાન કરવા જઈ રહ્યા છે. બંને ઘણા સમયથી આ વિશે વિચારી રહ્યા હતા, પરંતુ હવે સમય આવી ગયો છે કે તેઓ આ ઉમદા હેતુ સાથે આગળ વધે.

આ પણ વાંચો: Anant-Radhikaના સંગીતમાં પરફેક્ટ લૂક સાથે આવી હતી આ અભિનેત્રી

અભિનેતા રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખે તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લઇ લીધો છે. ‘નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન’ (NOTTO) એ આ ઉમદા કાર્ય માટે બંને સ્ટાર્સનો આભાર વ્યક્ત કર્યો છે. વર્ષ 2020 ની શરૂઆતમાં રિતેશ અને જેનેલિયાએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો દ્વારા અંગોનું દાન કરવાના તેમના સંકલ્પ વિશે વાત કરી હતી.

અભિનેતા રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયાએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર જાહેર કરેલા એક વીડિયોમાં અંગ દાનની વાત કરી હતી. તેમણે લખ્યું હતું કે ‘કોઈ માટે ‘જીવનની ભેટ’ કરતાં મોટી કોઈ ભેટ હોઈ શકે નહીં. જેનેલિયા અને મેં અમારા અંગોનું દાન કરવાનો સંકલ્પ લીધો છે. અમે તમને બધાને આ મહાન ઉદ્દેશ્યમાં જોડાવા અને ‘લાઈફ આફ્ટર લાઈફ’નો ભાગ બનવા વિનંતી કરીએ છીએ.

નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO) એ તેના સત્તાવાર X હેન્ડલ પર રિતેશ અને જેનેલિયાનો આભાર માન્યો છે. તેમનું પગલું અન્ય લોકોને આ ઉમદા કાર્યમાં જોડાવા માટે પ્રેરણા આપશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો જેનેલિયા હાલમાં બાળકો અને ઘરની સંભાળમાં વ્યસ્ત છે અને રિતેશની આગામી ફિલ્મ ‘કાકુડા’નું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker