રાયગઢ કિલ્લાની સીડી પર પ્રવાસીઓ માંડ માંડ બચ્યા; જુઓ ભયાનક વીડિયો
મુંબઈ: મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હાલ મુસળધાર વરસાદ(Heavy Rain In Maharastra)વરસી રહ્યો છે, જેને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે. એવામાં મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાંથી ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજના રાયગઢ કિલ્લા(Raigarh Fort)માં ફરવા આવેલા કટલાક પ્રવાસીઓ પાણીના પ્રવાહમાં ફસાયા હતા, જેમાંથી કેટલાક લોકો પ્રવાહમાં તણાતા તણાતા બચ્યા. જોકે હજુ સુધી જાનહાનીના કોઈ અહેવાલ નથી.
અહેવાલ મુજબ ગઈકાલે બપોરેથી મુશળધાર વરસાદ પડ્યો હતો. વરસાદ દરમિયાન, છત્રપતિ શિવાજી મહારાજના રાયગઢ કિલ્લામાં કેટલાક પ્રવાસીઓ ફરવા આવ્યા હતા, જેઓ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયલા એક વિડીયોમાં જોવા મળે છે કે, કેટલાક લોકો કિલ્લાની સીડી પર ફસાઈ ગયા હતા, કિલ્લાની સીડીઓ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળે છે. પ્રવાસીઓ રેલીંગ પકડીને પોતાને સાંભાળ્યા હતા, અને જીવ બચાવ્યો હતો.
નોંધનીય છે કે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલો આ કિલ્લો પ્રવાસીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. જો કે ગઈકાલે સાંજે અહીં પડેલો વરસાદ પ્રવાસીઓ આફતરૂપ બન્યો હતો. પ્રવાસીઓ અહીં ફરવા આવ્યા હતા, દરમિયાન જોરદાર વરસાદ શરૂ થયો હતો.
ગઈકાલથી રાયગઢ સહિત મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. મુંબઈમાં વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. જેના કારણે ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ વરસાદથી પડી શકે છે. હવામાન વિભાગે આજે પણ મુંબઈમાં વરસાદ અને હાઈ ટાઈડની આપી છે.
Also Read –