ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ‘સેક્સિઝમ’ નો શિકાર બની મનીષા કોઈરાલા, કહ્યું- જો કોઈ હીરો કરે તો…
બોલિવૂડની જાણીતી અભિનેત્રી મનીષા કોઈરાલાએ તાજેતરમાં હીરામંડી વેબ સીરિઝથી પોતાના અભિનયની જબરદસ્ત છાપ છોડી છે. અભિનેત્રી 90ના દાયકાનો લોકપ્રિય ચહેરો રહી ચૂકી છે, એ જમાનામાં જ્યાં અભિનેત્રીઓ પોતાનું અંગત જીવન છુપાવવામાં માનતી હતી, મનીષા તે મુદ્દાઓ પર ખુલીને વાત કરતી હતી. મનીષાએ જણાવ્યું કે, 90ના દાયકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી માન્યતાઓ હતી, જેણે તેને ઘણી પરેશાન કરી હતી, પછી તે ડ્રિંકિંગ હોય કે અફેર.
મનીષા કહે છે કે બોલિવૂડમાં ઘણીવાર સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદ કરવામાં આવે છે. પુરુષો કંઇક કામ કરે અને એને ‘માચોમેન’ તરીકે જોવામાં આવે છે, પણ એવું જ અગર હિરોઇનો કરે તો તેમનો દરજ્જો નીચો થઈ જાય છે.
આ પણ વાંચો: ‘હીરામંડી’ની આ અભિનેત્રીના ફેન બન્યા બ્રિટિશ વડાપ્રધાન! તસવીરો થઈ રહી છે વાયરલ
મનીષાએ કહ્યું હતું કે તેને આ માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તે દિવસોમાં હીરોને ઘણી ગર્લફ્રેન્ડ રાખવાની છૂટ હતી અને તેને ‘માચોમેન’ કહેવામાં આવતું હતું, પરંતુ આ હિરોઈનને શોભતું ન હતું. અમને કહેવામાં આવ્યું… ‘ના ના ના, તમને કોઈ સ્પર્શ કરી શકે નહીં’ પણ, આ મારી અંગત જિંદગી છે. બોયફ્રેન્ડ છે એનો અર્થ એ નથી કે હું મારા જીવનમાં અનપ્રોફેશનલ છું. મને મારું કામ ગમે છે. અભિનેત્રીઓને મૂલવવાની લોકોની રીત ખૂબ જ સાંકડી રીત હતી, જે મારી સાથે સારી રીતે બેસી નહોતી.
90ના દાયકાની આવી જ કેટલીક ઘટનાઓને યાદ કરતાં મનીષાએ કહ્યું હતું કે- સૌદાગરના સમયમાં મેં એક પાર્ટીમાં વોડકા સાથે કોક મિક્સ કરીને પીધું હતું. મારી આસપાસના લોકોએ મને કહ્યું કે હું વોડકા પીઉં છું એવું લોકોને ન કહે કારણ કે અભિનેત્રીએ દારૂ ન પીવો જોઈએ. મને કહેવામાં આવ્યું કે મારે એમ કહેવાનું કે હું કોક પી રહી છું. હું નવી વસ્તુ શીખી. એક વાર મેં મારી મમ્મીને કહ્યું, ‘હું કોક પીઉં છું’, અને મમ્મી જાણતી હતી કે મેં તેમાં વોડકા નાખ્યું છે અને તેણે કહ્યું, ‘સાંભળ, જો તું વોડકા પી રહી છે, તો કહે કે હું વોડકા પી રહી છું, એમ નહીં કહે કે. ‘તું કોક પી રહી છે’ આવી નાની નાની બાબતોમાં જૂઠું નહીં બોલ. હવે હું મારી પોતાની શરતો પર મારું જીવન જીવી રહી છું.
આ પણ વાંચો: અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે વાર્યા ના વળે તે હાર્યા વળે!
મનીષા કોઈરાલાએ ફિલ્મ સૌદાગરથી ડેબ્યુ કર્યું હતું. તેનું નામ વિવેક મુશરાન સાથે પણ જોડાયું હતું. આ પછી અભિનેત્રીના નાના પાટેકર સાથેના અફેરની વાતો સામે આવી હતી. મનીષાએ સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ થોડા સમય પછી અલગ થઈ ગઈ હતી.