સંગીત સેરેમનીમાં વિન્ટેજ કારમાં ઝૂમતો જોવા મળ્યો અંબાણી પરિવાર, જુઓ વીડિયો

એશિયાના ધનકુબેર મુકેશ અંબાણીના ઘરમાં ફરી એક વાર શરણાઇના સૂર રેલાવા જઇ રહ્યા છે. તેમના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આ દિવસોમાં બોલિવૂડ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. લગ્ન પહેલા, બંનેની સંગીત સેરેમની 5મી જુલાઈએ Jio સેન્ટરમાં થઈ હતી, જ્યાં આખું બોલિવૂડ હાજર હતું.
સંગીત સમારોહમાં અંબાણી પરિવારે જોરદાર ધૂમ મચાવી! પરિવારના સભ્યોએ નૃત્ય અને ગીતો ગાઈને આ પ્રસંગને વધુ ખાસ બનાવ્યો હતો. આ ભવ્ય ઉજવણીની શરૂઆત બુધવાર 3 જુલાઈના રોજ મામેરુ ઈવેન્ટથી થઈ છે. સંગીત સેરેમનીમાં મુકેશ અને નીતા અંબાણી પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેમની સાથે તેમના પૌત્રો પૃથ્વી, આદિયા, કૃષ્ણા અને વેદ પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
આ વીડિયોમાં જોઇ શકાય છે કે મુકેશ અને નીતા અંબાણી ઘરના નાના ભૂલકાઓ સાથે કારમાં ‘ચકે પે ચક્કા, ચકકે પે ગાડી’ ગીત પર ડાન્સ કરી રહ્યા છે.
અનંત અને રાધિકા 12 જુલાઇના રોજ પ્રભુતામાં પગલાં માંડશે. તે પહેલા અંબાણી પરિવારને અનુરૂપ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશવિદેશના મહાનુભાવો આ લગ્નમાં હાજરી આપવાના છે. મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારની ખુશી સમાઇ નથી રહી. તેઓ નૃત્ય, ગીત, પાર્ટી, ડાન્, ધાર્મિક વિધિ, સામાજિક વિધિઓથી આ લગ્ન પ્રસંગને સદીનો યાદગાર પ્રસંગ બનાવી દીધો છે.
આ પણ વાંચો: Ambani Familyની આ માનુની નામ જોડાયું આ એક્ટર સાથે, યુઝ કર્યો એક જ ટુથબ્રશ પણ…
અંબાણી પરિવારમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ અનંત-રાધિકાના મેરેજની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. 1-3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં આયોજિત પ્રી-વેડિંગ ઈવેન્ટમાં દુનિયાને અંબાણી પરિવારની ભવ્યતા જોવાનો લહાવો મળ્યો હતો.
ફેસબુકના માર્ક ઝકરબર્ગથી લઈને માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ સુધીના મહાનુભાવોએ હાજરી આપીને આ પ્રસંગ શોભાવ્યો હતો. ઇન્ટરનેશનલ પોપ સેન્સેશન રિહાનાએ પણ પર્ફોર્મન્સ આપીને આ ફંકશનને ચાર ચાંદ લગાવ્યા હતા.
મુકેશ અંબાણીએ માત્ર ત્રણ દિવસના પ્રી-વેડિંગ ઈવેન્ટ પર અંદાજે 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જામનગર ઈવેન્ટ દરમિયાન જામનગરમાં 350 જેટલા પ્લેનની અવરજવર હતી. ત્યાર બાદ બીજો પ્રિ-વેડિંગ બેશ ઇટાલીમાં ક્રૂઝ પર થયો હતો, જેમાં પણ દેશવિદેશના 800થી વધુ મહેમાનોએ અંબાણી પરિવારની આગતાસ્વાગતા માણી હતી.
એ હિસાબે તમે અંદાજ લગાવી શકો છો કે જે વ્યક્તિ એક નહીં પણ બે-બે પ્રિ-વેડિંગ બેશમાં જ હજારો કરોડો રૂપિયા ખર્ચી શકે તે પરિવાર લગ્નમાં તો કેટલો બધો ખર્ચ કરશે!