Virat Kohliના મોબાઈલના વૉલપેપર પણ આ કોની તસવીર છે?
Team India હાલમાં સેલિબ્રેશનના મૂડમાં છે. પહેલા દિલ્હી, પછી મુંબઈ અને હવે દરેક ક્રિકેટરના વતનમાં તેમનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. આ બધી તસવીરો અને ચર્ચાઓ વચ્ચે મોસ્ટ ફેવરીટ ક્રિકેટર વિરાટ કોહલીનો એક ફોટો વાયરલ થયો છે. આમ તો વિરાટ જેટલો સારો ખેલાડી છે તેટલો જ સારો પતિ અને પિતા પણ છે, તેવું ફેન્સ માને છે.
તાજેતરમાં, જ્યારે ભારતે ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે વિરાટ વિજય પછી તરત જ મેદાનમાં તેના પરિવાર સાથે ફોન પર વાત કરતો જોવા મળ્યો હતો. આ જોઈને સમજાય કે વિરાટ પોતાની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને કેવી રીતે બેલેન્સ રાખે છે. સોશિયલ મીડિયા પર પણ વિરુષ્કા અને વોમિકા તેમ જ અકાય ના ફોટા વાયરલ થયા કરે છે, પરંતુ આ વાયરલ તસવીરમાં વિરોટના મોબાઈલનું વૉલપેપર બધાને આશ્ચર્ય પમાડે તેવું છે.
આ પણ વાંચો: Virat Kohli-Hardik Pandyaએ ગાયું Vande Mataram… A R Raheman એ કરી આ ખાસ પોસ્ટ…
તાજેતરમાં જ વિરાટ કોહલી ભારતીય ટીમ સાથે T20 વર્લ્ડ કપની જીતની ઉજવણી કરીને મુંબઈથી લંડન જવા રવાના થયો હતો. આ દરમિયાન ક્રિકેટર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. દરમિયાન ચાહકોએ તેમનું વૉલપેપર જોયું, જેમાં અનુષ્કા અથવા વામિકા કોહલી અને અકાય કોહલી ત્યાં ન હતા. આ સાથે તેની માતા કે પિતાનો ફોટો પણ ન હતો. કે કોઈ પરિવાર કે ક્રિકેટજગતની ખાસ વ્યક્તિ પણ ન હતી.
તો પછી તે કોણ હતું જેને વિરાટ તેના વૉલપેપર પર રાખી વારંવાર જોવા માગતો હોય. ચાલો તમને તે ખાસ વ્યક્તિ વિશે જણાવીએ, જેની તસવીર વિરાટ કોહલીના વૉલપેપર પર હતી. એ ખાસ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ નીમ કરોલી બાબા છે. નીમ કરોલી બાબા હનુમાનજી અને મહારાજ-જીના ભક્ત તરીકે ઓળખાય છે. વિરાટ અને અનુષ્કા બંને નીમ કરોલી બાબાના ભક્ત છે. આ બંને બાબાના આશ્રમમાં પણ ઘણી વખત જોવા મળ્યા છે.