મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

અનંત-રાધિકાના સંગીતમાં પર્ફોર્મ કરવા Popstar Rihannaકરતાં વધુ ફી લેશે Justin Bieber?

મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani- Nita Ambani)ના લાડકવાયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Grand Wedding Celebration)ની ઊજવણી શરૂ થઈ ગઈ છે. આજે એટલે કે પાંચમી જુલાઈના અંબાણી પરિવાર સંગીત નાઈટ સેલિબ્રેટ કરી રહ્યું છે અને આ પ્રસંગને સેલિબ્રેટ કરવામાં અંબાણી પરિવાર કે મર્ચન્ટ પરિવાર કોઈ કસર બાકી નથી રાખવા માંગતું.

આ લગ્નના વિવિધ કાર્યક્રમમાં બોલીવૂડથી લઈને હોલીવૂડ સ્ટાર્સ પર્ફોર્મન્સ આપવાના છે. પરંતુ આ બધામાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે પોપ્યુલર સિંગર જસ્ટીન બીબરની…

એવું કહેવાઈ રહ્યું છે કે સંગીત નાઈટમાં જસ્ટીન પર્ફોર્મ કરવાનો છે અને તે ભારત પહોંચી ગયો છે. હવે જસ્ટીન પર્ફોર્મ કરવાનો છે એટલે સ્વાભાવિક તેણે અંબાણી પાસેથી પર્ફોર્મ કરવા કેટલી ફી વસૂલી હશે એવો સવાલ થાય એ સહજ છે. આ વાતનો ખુલાસો પણ થઈ ગયો છે.

આ પણ વાંચો: Anant Ambani-Radhika Merchantના લગ્નની પહેલી કંકોત્રી કોને આપી Nita Ambaniએ?

મળી રહેલી માહિતી પ્રમાણે જસ્ટીન એક પર્ફોર્મન્સ માટે 10 મિલિયન ડોલર એટલે કે આશરે 84 કરોડ રૂપિયાની ફી વસૂલે છે. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો જસ્ટીન અનંત અને રાધિકાના સંગીત નાઈટમાં પર્ફોર્મ કરવા માટે 85 કરોડ રૂપિયાની ફી વસૂલશે. આ સેલિબ્રેશન એકદમ અલગ જ થવાનું છે, એમાં કોઈ શંકા નથી.

જસ્ટીન પહેલાં અનંત અને રાધિકાના જામનગર ખાતે યોજાયેલા પ્રિ-વેડિંગ ફંક્શનમાં પોપસ્ટાર રિહાના આવી હતી અને તેણે એક પર્ફોર્મન્સ માટે 70 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. ઈટલથી ખાતે જૂનમાં યોજાયેલા બીજા પ્રિ-વેડિંગમાં પોપ સિંગ કેટી પેરીએ પર્ફોર્મન્સ આપ્યું હતું અને તેણે આ કોન્સર્ટ માટે 5.3 મિલિયન એટલે કે 45 કરોડ રૂપિયાની ફી વસૂલી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈશા અંબાણી (Isha Ambani)ના લગ્ન વખતે સિંગર બિયોન્સેએ પર્ફોર્મન્સ આપ્યું હતું અને એ સમયે તેણે 4 મિલિયન ડોલર એટલે કે 33 કરોડ રૂપિયાની ફી વસૂલી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button