આમચી મુંબઈમહારાષ્ટ્ર

બજેટની ફાળવણીને ધ્યાનમાં રાખીને જાહેરાતો કરાઈ છે, ચૂંટણીના વાયદા નથી: નાણાંપ્રધાન

મુંબઈ: મહારાષ્ટ્રના બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો માટે જાહેર કરાયેલી યોજનાઓ ‘ચૂંટણીના વાયદા’ નથી, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું. નવી પહેલો પર સરકારની ટીકા કરવા બદલ વિપક્ષની ટીકા કરી હતી.

ગયા અઠવાડિયે વિધાનસભામાં રજૂ કરેલા બજેટ પરની ચર્ચાનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે આ તેમનું 10મું બજેટ છે અને તેઓ સારી રીતે જાણે છે કે નવી યોજનાઓ બજેટની ફાળવણી સાથે સુમેળમાં છે.

તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થા સ્થિર છે. ગયા વર્ષની સરખામણીમાં દેવું 10.67 ટકા વધ્યું હોવા છતાં, તે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીએસડીપી) ના 18.35 ટકા છે જે 25 ટકાની નિર્ધારિત મર્યાદાની અંદર છે.

એકનાથ શિંદે સરકારનું છેલ્લું બજેટ રજૂ કરતાં પવારે મહિલાઓ, યુવાનો અને ખેડૂતો અને સમાજના અન્ય વર્ગો માટે રાહતની જાહેરાત કરી હતી જેમાં રૂ. 80,000 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.

આ પણ વાંચો: કેન્દ્રીય બજેટ અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને આપી મોટી પ્રતિક્રિયા

વિપક્ષે તેને વાયદાઓનો વેપાર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જાહેર કરાયેલી યોજનાઓ માટે નાણાં કેવી રીતે ઊભા કરવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

એનસીપી (એસપી)ના લોકસભાના સભ્ય સુપ્રિયા સુળેએ ગુરુવારે બહુચર્ચિત લાડકી બહેન યોજના પર નિશાન સાધતા કહ્યું હતું કે મહિલાઓ માટે સારી હોવા છતાં તે વાયદા સિવાય બીજું કંઈ નથી. અજિત પવારે કહ્યું હતું કે મહિલાઓએ આ યોજનાને આવકારી છે.

પવારે કહ્યું કે પૂરક માંગણીઓમાં વધારાના બજેટની જોગવાઈઓ કરવામાં આવશે. લગભગ 2.5 કરોડ મહિલાઓને લાડકી બહેન યોજનાનો લાભ મળશે જેનાથી રાજ્યને વાર્ષિક રૂ. 46,000 કરોડનો ખર્ચ થશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો: ક્લાઈમેટ બજેટ રિપોર્ટ પ્રકાશિત કરનાર ભારતનું પ્રથમ શહેર બન્યું મુંબઇ….

તેમણે લોકસભાની ચૂંટણી પહેલા મહિલાઓને માસિક રૂ. 8,500 આપવાનું વચન આપવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી.
‘પૃથ્વીરાજ ચવ્હાણ (ભૂતપૂર્વ સીએમ) એ બજેટ પર વિધાનસભામાં બોલતાં કહ્યું હતું કે કોંગ્રેસ દર મહિને 8,500 રૂપિયા આપશે. જો તેનો અમલ કરવામાં આવે તો 2.5 લાખ કરોડ રૂપિયાના બજેટ ફાળવણીની જરૂર પડશે એમ પવારે હરીફ પક્ષના વચનને ચૂંટણી જુમલો ગણાવતા જણાવ્યું હતું.

પવારે દાવો કર્યો હતો કે 2003-04માં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોને મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું અને થોડા મહિનાઓ માટે તેનો અમલ પણ કર્યો હતો. પરિણામો પછી નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

પવારે કહ્યું કે બાવન લાખ પરિવારોને દર વર્ષે ત્રણ રાંધણ ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે જેના માટે રૂ. 1,600 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

તેમણે પુનરોચ્ચાર કર્યો કે મહારાષ્ટ્રને એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય 2028 સુધીમાં હાંસલ કરવામાં આવશે. (પીટીઆઈ)

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker