T20 World Cup 2024સ્પોર્ટસ

રોહિત શર્મા ઘરે પહોંચ્યો એટલે મિત્રોએ પણ કર્યું યાદગાર સ્વાગત!

મુંબઈ: રોહિત શર્માના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20નો વર્લ્ડ કપ જીતીને ગુરુવારે મુંબઈ આવેલી ભારતીય ટીમનું મરીન ડ્રાઇવ પર અને પછી વાનખેડે સ્ટેડિયમમાં અવિસ્મરણીય સ્વાગત થયું, ખુદ સુકાની રોહિતને વાનખેડેના વીઆઇપી સ્ટૅન્ડમાં તેના મમ્મી પૂર્ણિમા શર્મા સહિત સમગ્ર પરિવારે પણ પ્રેમ અને સ્નેહપૂર્વક આવકાર્યો અને ત્યાર બાદ રોહિત સહિત તમામ પ્લેયર હોટેલમાં પહોંચ્યા બાદ પોતપોતાના ઘરે જવા રવાના થયા હતા. રોહિત તેના ઘરે પહોંચ્યો એ પહેલાંથી જ તેના મિત્રોએ તેના શાનદાર સ્વાગતની તૈયારી કરી રાખી હતી અને તેને યાદગાર વેલકમ આપ્યું હતું.

રોહિત શર્મા થોડા સમય પહેલાં જ વરલીમાં 53 માળના ટાવરમાં 29મા માળે અંદાજે 30 કરોડમાં 6,000 સ્ક્વેર ફૂટનો આલીશાન સી-ફેસ ફ્લૅટ ખરીદ્યો હતો.

આ પણ વાંચો: Team India આવા તોફાનમાં ફસાઈ હતી, રોહિત શર્માની પત્નીએ શેર કરી ભયાનક તસવીરો

રોહિત વિક્ટરી-પરેડ અને ત્યાર પછી વાનખેડેના સેલિબ્રેશનને કારણે ખૂબ થાકેલો હતો, પણ મોડી રાત્રે ઘરે પહોંચતાં જ મિત્રોએ તેના સ્વાગત માટે જે તૈયારીઓ કરી રાખી હતી એ જોઈને તેનો બધો થાક ઉતરી ગયો હતો.

https://twitter.com/i/status/1808990579768053780

રોહિતના પરિવારજનો, બાળપણના મિત્રો તેમ જ મુંબઈ ઇન્ડિયન્સના સાથી ખેલાડી તિલક વર્મા સહિત તમામ લોકોએ રોહિત માટે સ્વાગત સમારોહનું આયોજન કર્યું હતું.

રોહિત આવી પહોંચતા જ મિત્રોએ ડાન્સ કરીને વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટનને આવકાર્યો હતો અને તેને ઊંચકી લીધો હતો અને પછી તેને હાર પહેરાવ્યો હતો.

રોહિતના સુકાનમાં ભારતે અપરાજિત રહીને ટી-20નો વર્લ્ડ કપ જીતવાનો નવો વિશ્ર્વ વિક્રમ પણ નોંધાવ્યો. રોહિતે કુલ આઠ મૅચમાં 156.70ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 257 રન બનાવ્યા હતા. તેણે કુલ 15 છગ્ગા અને 24 ચોક્કા ફટકાર્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત