ખોલવામાં આવી શકે છે Jagannath Puri મંદિરનો રત્ન ભંડાર, સરકારે નવી સમિતિની રચના કરી
ભુવનેશ્વર : ઓડિશામાં(Odisha) હાલમાં જ યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં જગન્નાથ પુરી(Jagannath Puri) મંદિરના રત્ન ભંડારને લઈને અનેક આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો થયા હતા. જો કે એવું માનવામાં આવે છે કે રત્ન ભંડાર ટૂંક સમયમાં ખુલી શકે છે. ઓડિશાની ભારતીય જનતા પાર્ટીની(BJP) સરકારે જગન્નાથ મંદિરના રત્ન ભંડારને ફરીથી ખોલવાની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે એક નવી ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે.
નવી સમિતિની રચના શા માટે કરવામાં આવી ?
ઓડિશાની મોહન માઝી સરકાર દ્વારા જગન્નાથ મંદિરના રત્ન ભંડારમાં રાખવામાં આવેલી કિંમતી વસ્તુઓની યાદી તૈયાર કરવા માટે એક નવી સમિતિની રચના કરવામાં આવી છે. ગુરુવારે રાજ્યના કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું હતું કે ઓડિશા હાઈકોર્ટના નિર્દેશો અનુસાર આ બાબતે સમિતિની રચના કરવામાં આવી છે.
જૂની સમિતિ વિખેરી નાખી
આ વર્ષના માર્ચ મહિનાની શરૂઆતમાં નવીન પટનાયકની ઓડિશાની અગાઉની બીજેડી સરકારે રત્ન ભંડારમાં રાખવામાં આવેલી જ્વેલરી અને અન્ય મૂલ્યવાન વસ્તુઓની સૂચિ પર નજર રાખવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ અરિજિત પસાયતની અધ્યક્ષતામાં 12 સભ્યોની સમિતિની રચના કરી હતી. જો કે નવી સરકારે આ કમિટીને ભંગ કરીને નવી કમિટીની રચના કરી છે.
પીએમ મોદીએ પણ સવાલો ઉઠાવ્યા હતા
ઓડિશાની ચૂંટણી રેલીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જગન્નાથ પુરી મંદિરના રત્ન ભંડારની ચાવીઓ ગુમ થવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ નવીન પટનાયક સરકાર પર આ કેસમાં ન્યાયિક રિપોર્ટને દબાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે ઓડિશામાં ભાજપની સરકાર બન્યા બાદ જ્યુડિશિયલ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવશે.
Also Read –