Ahmedabad Rathyatra: રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર થશે કડક કાર્યવાહી
અમદાવાદઃ આગમી રવિવારે શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા(Ahmedabad Jagganath Rathyatra) નીકળશે, જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રામાં રાજ્ય ઉપરાંત દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. અમદાવાદમાં રથયાત્રાને પગલે પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પોલીસ દ્વારા રથયાત્રાને લઈને સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.
મળતી મહિતી મુજબ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન જાહેર જનતાની સુરક્ષાને લઇ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કારણ કે રથયાત્રા દરમિયાન આતંકી પ્રવૃતિ અને અસામાજીક તત્વો પર કાબૂ મેળવી શકાય તે હેતુંથી રથયાત્રાના તમામ રૂપ પર નો પાર્કિંગ અને ખાનગી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો ભારતીય ન્યાયસહિંતા 2023ની કલમ 223 મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો છે. જેથી 7ની જુલાઈખે સવારથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરી દેવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનારા સામે ગુનો દાખલ કરાશે. આ સાથે ભારતીય ન્યાય સહિતા અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
Also Read –