હિન્દુ મરણ
સ્વ.અનીલભાઈ થાણાવાલા (ઉં. વ. ૮૮) થાણા નિવાસી તા ૩.૭.૨૪ બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.ઉષાબેન અનીલભાઈ થાણાવાલાના પતિ. સ્વ.કુસુમબેન કાંતિલાલ થાણાવાલાના સુપુત્ર. કનુભાઈ, સતીશભાઈ તથા વિજયભાઈના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા મેવાડા વૈષ્ણવ વણિક
કુમાર પ્રશાંત શાહ (ઉં. વ. ૫૮) મુંબઈ તા. ૩-૭-૨૦૨૪, બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.મનહરલાલ મણિલાલ શાહ અને સ્વ.તરુલતા શાહના દીકરા. સ્વ.કિન્નરીબેન, કેતનભાઈ , કૌશિકભાઈના ભાઈ, પારુલ શાહના જેઠ. મુકુંદભાઈ, સ્વ.કમલકાંતભાઈ, રાજેન્દ્રભાઈ, ગં.સ્વ.રંજનબેન, ગં.સ્વ જયબાળાબેનના ભત્રીજા.્ સ્મિતના કાકા. બેસણુ તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રબારી
મહેસાણા લાખવડ ગામના જેબરબેન રબારી (ઉં. વ. ૯૦) તા. ૨૪-૬-૨૪ના દેવલોક પામ્યા છે. તે સ્વ. મકાભાઇ ગોબરભાઇના પત્ની. કાનજીભાઇ, સોમાભાઇ, બાબુભાઇ, અમિતભાઇ, જલાબેન, ગીતાબેનના માતા. દિપેશ, રષેશ, આકાશ, વિકાસ, જયમીન, અવની, પલક, હેતાંશીના દાદી. માહી, મોહિતના પરદાદી. પ્રાર્થનાસભા તા. ૬-૭-૨૪ના સાંજે ૫થી.૭ના શનિવારે, ઠે. એન.એલ. કોલેજ મલાડ (વેસ્ટ).
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
દેવકા, નિવાસી હાલ દહિસર રતિલાલ નારણજી ઓઝા (ઉં. વ. ૭૮) તા – ૩/૭/૨૪ને બુધવારના કૈલાશવાસી થયેલ છે તે નિર્મળાબેનના પતિ. નીરજ,વિપુલનાં પિતાશ્રી. પ્રાણશંકર ભાયજી ઉપાધ્યાય (મોઠા) મલાડનાં જમાઈ. પ્રાર્થનાસભા તા.૫/૭/૨૪ને શુક્રવાર ૫ થી ૭. સ્થળ :- શ્રી કચ્છી કડવા પાટિદાર વાડી , રતન નગર,દહિસર (ઈસ્ટ).
લેઉવા પટેલ
મોવિયા નિવાસી હાલ બોરીવલી ગં.સ્વ.શાંતાબેન પટેલ (ઉં. વ. ૮૫) તા ૨/૭/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.નાનજીભાઈ વેલજીભાઇ પટેલના પત્ની. વલ્લભદાસ, હિતેશ, પ્રેમીલા, કલ્પના, સુધા, અમીના માતુશ્રી. મીના, સોનલ, રામજીભાઈ વૈષ્ણવ, છગનભાઇ કપુરીયા, પ્રશાંતભાઈ નીમા તથા દેવાંગભાઈ વૈદના સાસુ. કેયુર, વિકલ્પ, વંશિકા, હીના, નિહારીકા, શારવ, કિયાનના દાદી, પિયરપક્ષે કેશવભાઈ પટોળીયાના દીકરી. પ્રાર્થનાસભા તા. ૫/૭/૨૪ના શુક્રવાર ૪ થી ૬. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ, હનુમાન ટેકરી, શિવવલ્લભ રોડ, દહિસર (પૂર્વ),
શિહોર સંપ્રદાય ઔદિચ્ય સહસ્ત્રબ્રાહ્મણ
મુંબઈ નિવાસી ઉદય (ઉં. વ ૬૭) મંગળવાર તા.૨-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ભગવતીબેન અને સ્વ.બાલકૃષ્ણ બાબુભાઈ પંડ્યાના સુપુત્ર. સ્વ.રશ્મિબેનના પતિ. કૃતિ અને ચિંતનના પિતાશ્રી. સંદિપ વલેચાના સસરા. કેહાનના નાનાજી, મુકેશભાઈના ભાઈ. પ્રાર્થનાસભા તા.૬-૭-૨૦૨૪ના ૫ થી ૭. અજીવાસન હોલ, જુહુ તારા રોડ, કોલેજની બાજુમાં, દૌલત નગર. સાંતાક્રુઝ (વેસ્ટ)
ઘોઘારી મોઢ વણિક
ભાવનગર નિવાસી મુંબઈ સ્વ. પદ્મકાંતભાઈ રમણીકલાલ પારેખના પત્ની ગં.સ્વ.હરબાળાબેન (ઉં. વ. ૮૨) તા.૩/૭/૨૪ના શ્રીજીચરણ પામેલ છે તે મીરા અને ઉદયના માતુશ્રી. ડો.અમીત અને મનાલીના સાસુમા. કુણાલ અને અદ્વિત, સલોની અને ધ્વનિના નાનીમા-દાદીમા. ગં.સ્વ.ભારતી નરેશ મણિયાર અને દેવાંગના ભાભી. જયંતીલાલ પી પરીખનાં દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સિહોર નિવાસી હાલ મુંબઈ, સ્વ.નીલાબેન તથા સ્વ.હર્ષદરાય ગુલાબરાય મેહતાના પુત્રવધુ અ.સૌ. સરોજ (ઉં. વ. ૫૯) તે ભાવેશભાઈના પત્નિ. નીશા અનિલ મેહતા તથા સ્વ.કૃપા અતુલ શ્રિમાંકરના ભાભી. ત્વિશા અક્ષય શાહ તથા શૌનકના મામી. સ્વ.વીણાબેન તથા સ્વ.ગોરધનદાસ ત્રીભોવનદાસ ટોપરાણીના પુત્રી. મીતા (શોભાબેન) મધુભાઈ આશર, સ્વ.ઉષાબેન જયકુમાર સંપટ, સ્વ.પ્રદીપ, જિતેન્દ્ર, ચેતન તથા રાજેશના બેન. તા. ૨.૭.૨૪ના મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દેપાળા ગ્યાતિ
મુંબઈ નિવાસી નવીનભાઈ, તે સ્વ.રેવાબેન પ્રભુદાસ ઠક્કર (પોપટીયા)ના પુત્ર. (ઉં.વ.૭૮) પુષ્પાબેનના પતિ. ભાવેશ તથા ધવલના પિતા તથા ખુશી ઠક્કરના સસરા. ક્રિસ તથા કીયારાના દાદા, તે સ્વ.કાંતીભાઈ, સ્વ.મુળચંદભાઈ, બદરીભાઈ, પ્રાણલાલભાઈ, સ્વ.મંજુબેન, સ્વ.ચંદનબેન તથા કોકીબેનના ભાઈ. તા. ૨-૭-૨૪ને મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. લોકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.