આપણું ગુજરાત

GCASની સમસ્યાઓ બાદ ગુજરાત યુનિ.મા આજથી ઓફલાઈન પ્રવેશ શરૂ

GCAS પોર્ટલને વિરોધમાં મળેલી રજૂઆતને લઈને શિક્ષણ વિભાગ દ્વારા એડમિશન પ્રક્રિયા યુનિવર્સિટીને સોંપવા નિર્ણય કર્યો હતો.જેને લઈને આજે ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની અધ્યક્ષતામાં પ્રવેશ સમિતિની બેઠક મળી હતી .આ બેઠકમાં UG અને PGના અભ્યાસક્રમો અંગે ચર્ચા વિચારણા કરીને કેટલાક મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે.જેમાં 7 જુલાઈથી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 15 યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજો માટે એડમિશનને લઈને ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ (GCAS) પોરતલ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ GCAS પોર્ટલને લઈને વિદ્યાર્થીઓને પડી રહેલી સમસ્યાઓના વિરોધમાં મળેલી રજૂઆતને લઈને શિક્ષણ વિભાગ દ્વારા એડમિશન પ્રક્રિયા યુનિવર્સિટીને સોંપવા નિર્ણય કર્યો છે. હવે આજથી ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: યુનિવર્સિટી એડમિશન લઈને સરકારનો નિર્ણય: GCAS પોર્ટલની મુદ્દત વધારાઈ

હાલ ગુજરાત યુનિવર્સિટીમાં BA, B.Com,BBA, BCA, BSC સહિત કુલ 65 હજાર બેઠકો છે. જેમાં હાલ 51 હજારથી વધુ વિદ્યાર્થિઓને પ્રવેશ આપવાંઆ અવાયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં GCAના બીજા રાઉન્ડમાં કુલ 6690 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. કુલ બંને રાઉન્ડમા મળી 17810 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હોવા છતાં હજુપણ 33 હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. જે બેઠકો માટે આજે ગુરૂવારથી ઓફલાઇન એડમિશન પ્રક્રિયાનો ઓફલાઇન રાઉન્ડ શરૂ થયો છે.

જે માટે 3 જુલાઇ સુધી જિકાસ પોર્ટલને ખોલવામાં આવ્યું હતું અને તેમાં રજીસ્ટ્રેશન કરાવેલ વિદ્યાર્થીઓને આજે ઓફર લેટર આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓએ 8 જુલાઇ સુધીમાં કોલેજોમાં જઈને પોતાનું એડમિશન કન્ફર્મ કરવી લેવાનું રહેશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત