જેઠાણી બનાવા જઈ રહેલી અંબાણી પરિવારની આ વહુ થઈ ભક્તિમાં તળબોળ, viral video

અંબાણી પરિવારે દીકરાના લગ્ન પહેલા એક સમૂહલગ્નનું આયોજન કર્યું હતું. આ લગ્ન સમારંભમાં પણ પરિવારના દરેક સભ્યએ ઉત્સાહ સાથે જ ભાગ લીધો હતો. જેઠાણી થવા જઈ રહેલી પરિવારની મોટી વહુ શ્લોકા પણ ખૂબ જ ઉમળકા સાથે દરેક પ્રસંગમાં જોવા મળે છે.
અનંત અને રાધિકાના લગ્ન પહેલા બે પ્રિ-વેડિંગ પાર્ટીમાં આખો પરિવાર રંગેચંગે મજા કરતો જોવા મળ્યો ત્યારે હવે લગ્નની ઘડીઓ નજીક આવી રહી છે એલે પરિવાર અલગ અલગ વિધિઓ અને પ્રસંગોમાં વ્યસ્ત થયો છે. આ વ્યસ્તામાં પણ શ્લોકા નાચતી અને મજા માણતી જોવા મળી હતી. સમૂહલગ્નમાં શ્ર્લોકા ખૂબ સુંદર અને જાજરમાન લાગતી હતી. પતિ આકાશ સાથે જોવા મળેલી શ્લોકા જ્યારે શંખનાદ થયો ત્યારે થીરકવા માંડી હતી.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે વીડિયોની શરૂઆતમાં શંખનો અવાજ આવે છે, જેના પર શ્ર્લોકા ઝૂમવા લાગેછે. તે જાણે ભક્તિમાં ડૂબેલી લાગે છે. આ દરમિયાન પતિ આકાશ અંબાણી પણ તેમની બાજુમાં હાજર છે.
સાસુ-વહુની જામી છે કેમેસ્ટ્રી
વીડિયોમાં શ્લોકા તેની સાસુ નીતા અંબાણી સાથે ખૂબ જ હસીબોલીને વાત કરતા અને બન્ને જાણે બહેનપણી હોય તેવા હાવભાવ હતા. બંને એકબીજા સાથે વાત કરે છે અને પછી જોર જોરથી હસવા લાગે છે. આ દરમિયાન મુકેશ અંબાણી, ઈશા અંબાણી અને આનંદ પીરામલ પણ નજીકમાં હાજર છે. આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને તેને જોયા બાદ લોકો શ્લોકા અંબાણીની સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે શ્લોકા મહેતાની આ ખાસ સ્ટાઈલ પહેલીવાર જોવા મળી હતી.
શ્લોકા મહેતાના લુક વિશે વાત કરીએ તો, તેણે આ ઈવેન્ટ માટે મલ્ટીકલર્ડ શરારા પહેર્યો હતો. આખા પરિવારની જેમ શ્લોકાએ પણ તેનો લૂક એકદમ સિમ્પલ અને ક્લાસી રાખ્યો હતો. આ વીડિયો જોયા બાદ પરિવારના આ કામને ઘણાએ વખાણ્યું છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા અંબાણી પરિવારે મુંબઈથી લગભગ 100 કિમી દૂર પાલઘર વિસ્તારમાંથી 50 થી વધુ યુગલોના સામૂહીક લગ્નનો સમારોહ ગોઠવ્યો હતો. આ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન સમારોહ રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં જ યોજાયો હતો. સમૂહલગ્ન માટે આવેલા 800 યુગલોએ પણ તેમાં ભાગ લીધો હતો. હવે અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્ન કરશે.