સમુહ લગ્ન સમારંભમાં છવાયો ઈશા અંબાણીનો સિમ્પલ લુક
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ શાહી લગ્ન પહેલા અંબાણી પરિવારે અનંત-રાધિકા માટે બે પ્રી વેડિંગ ફંક્શન યોજ્યા હતા. 12મી જુલાઇએ લગ્ન પહેલા અંબાણી પરિવારએ તાજેતરમાં રિલાયન્સ કોર્પોરેટ પાર્ક નવી મુંબઇ ખાતે ગરીબ યુગલો માટે સમૂહ લગ્ન સમારોહનું આયોજન કર્યું હતું. આ ફંકશનમાં મુકેશ અંબાણી નીતા અંબાણી તો હતા જ, તેમની સાથે તેમની દીકરી ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પિરામલ પણ હતા.
ઇશા એકદમ સિમ્પલ લુકમાં આ સમારંભમાં પહોંચી હતી, પરંતુ હંમેશની જેમ તેમનો આ સિમ્પલ લુક બધાને પસંદ આવ્યો હતો. ઈશાએ સૂટ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા જ્યારે તેમના પતિ આનંદ પીરામલે ફ્લાવરી પ્રિન્ટેડ જેકેટ સાથે ક્રીમ કલરના કુર્તા પાયજામાનો સેટ પહેર્યો હતો.
નાના ભાઇ માટેના આ ફંકશનમાં ઈશા અંબાણી સિમ્પલ અને એલિગન્ટ સૂટ પહેરીને જોવા મળી હતી. તેનો સૂટ રીમ્પલ અને હરપ્રીતના ફેશન ડિઝાઇન કલેક્શનમાંથી લેવામાં આવ્યો હતો. રીમ્પલ એન્ડ હરપ્રીતની સત્તાવાર વેબસાઈટ અનુસાર આ સૂટ સલવાર અને દુપટ્ટા સાથે આવે છે. આ સુટ હાથેથી બનાવવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ દોરા સિક્વિન જરી વગેરેનું કામ કરવામાં આવ્યું છે.
સૂટમાં પરંપરાગત ભરતકામ અને કસાબ દોરી મરોલી વર્ક અને હેન્ડ કટ સિક્વન્સ પણ લગાવવામાં આવ્યા છે એમ્બ્રોયડરી વાળા જ્યોર્જેટના દુપટ્ટાને લીધે આ સૂટ એકદમ એલિગન્ટ લાગે છે. વેબસાઈટ અનુસાર આ ડ્રેસની કિંમત લાખોમાં છે. વેલ, આ તો દેશનો સૌથી અમીર અંબાણી પરિવાર છે. તેમની સાદગી પણ તેમના રૂતબા જેવી મોંઘેરી હોય છે.
Also Read –