આપણું ગુજરાત
આ ચાર ટ્રેનમાં હવે તમને બુકિંગ મળવાનું શક્ય બનશે, રેલવેએ વધાર્યા કૉચ

અમદાવાદઃ ભારતના પ્રવાસીઓ સૌથી વધારે રેલવેની મુસાફરી પસંદ કરે છે, પરંતુ દેશની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હજુ ઘણી વધારે ટ્રેનની જરૂર છે. આથી ટિકિટ ક્યાંક જવું હોય અને કન્ફર્મ ટિકિટ ન મળે તેવી સ્થિતિ વારંવાર સર્જાય છે, જેને પહોંચી વળવા ભારતીય રેલવે ટ્રેનોની ફેરી અથવા કૉચ વધારતી હોય છે. આવો જ નિર્ણય અમદાવાદ મંડળની અમુક ટ્રેન માટે કરવામાં આવ્યો છે. કુલ ચાર ટ્રેનમાં કૉચ વધારવામાં આવ્યા છે. તો જાણો વિગતો.
આ પણ વાંચો: મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત સ્ટેશન પર શરુ કરાઈ મોટી સુવિધા, જાણો શું છે?
- ટ્રેન નંબર 20954/20953 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં 06 જુલાઈથી 27 જુલાઈ 2024 સુધી અમદાવાદથી અને 05 જુલાઈથી 26 જુલાઈ 2024 સુધી એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી એક સામાન્ય શ્રેણી નો વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
- ટ્રેન નંબર 22915/22916 બાંદ્રા ટર્મિનસ-હિસાર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં તાત્કાલિક અસરથી 29 જુલાઈ 2024 સુધી બાંદ્રા ટર્મિનસથી અને 02 જુલાઈથી 30 જુલાઈ 2024 સુધી હિસાર થી એક સામાન્ય શ્રેણીનો વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
- ટ્રેન નંબર 22958/22957 વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાં તાત્કાલિક અસરથી 31 જુલાઈ 2024 સુધી વેરાવળથી અને 07 જુલાઈ 2024થી 06 ઓગસ્ટ 2024 સુધી ગાંધીનગરથી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
- ટ્રેન નંબર 19223/19224 ગાંધીનગર કેપિટલ-જમ્મુતાવી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેનમાં 2 જુલાઈથી 01 ઓગસ્ટ 2024 સુધી ગાંધીનગરથી અને 06 જુલાઈથી 05 ઓગસ્ટ 2024 સુધી જમ્મુતાવીથી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.