આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Session: અભદ્ર ભાષાના ઉપયોગ બદલ અંબાદાસ દાનવે સસ્પેન્ડ

મુંબઈઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે સંસદમાં આપેલા નિવેદનના કારણે સોમવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદની કાર્યવાહી ખોરવાઈ હતી, જેમાં આખો દિવસની કામગીરી સ્થગિત કરવી પડી હતી ત્યારે બીજા દિવસે પણ વિધાન પરિષદમાં ધમાલ ચાલું જ છે. જેને પગલે ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ની શિવસેનાના એક સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનપરિષદના સભ્ય અંબાદાસ દાનવેને પાંચ દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગૃહમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ દાનવે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

પહેલી જુલાઇએ ભાજપના વિધાન પરિષદના સભ્ય પ્રસાદ લાડે દાનવે ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો અને ડેપ્યુટી ચેરમેન નિલમ ગોર્હે સમક્ષ દાનવે વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

પ્રસાદ લાડે પત્રકારોને પોતાની સાથે થયેલા દુર્વ્યવહાર અને દાનવે દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી અભદ્ર ભાષા વિશે જણાવતા કહ્યું હતું કે હું અંબાદાસ દાનવેના રાજીનામાની માગણી કરું છું. તેમણે ગઇકાલે મારી માતા અને બહેનને નિશાન બનાવીને ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો હતો. મેં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને પણ આ અંગે વાત કરી છે.

ઉદ્ધવ ઠાકરેએ પણ તેમના નેતાને આ ઘટના વિશે પૂછવું જોઇએ. હું સરકારને દાનવે વિરુદ્ધ કાર્યવાહી કરવાની વિનંતી કરું છું. ઉલ્લેખનીય છે કે પહેલી જુલાઇએ દાનવે અને લાડ વચ્ચે ગૃહમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. પક્ષ અને વિપક્ષ બંને દ્વારા ઉગ્ર બોલાચાલી થઇ રહી હોવાથી બે વખત ગૃહની કામગિરી સ્થગિ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button