આમચી મુંબઈ

… તો રાજ્યની 14,000થી વધુ શાળાઓ બંધ થઈ જશે

અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ સુધી જ્ઞાનની ગંગા પહોંચે એ હેતુથી સરકાર દ્વારા આ શાળાઓ શ કરવામાં આવી હતી.

મુંબઈ: રાજ્યની 20 કરતાં ઓછા વિદ્યાર્થીઓ હોય એવી શાળાઓનું એકત્રીકરણ કરીને સમૂહ શાળા ઊભી કરવા બાબતે શિક્ષણ વિભાગ દ્વારા હિલચાલ શરૂ કરવામાં આવી છે અને આ બાબતનો પ્રસ્તાવ 15મી ઑક્ટોબર સુધી રજૂ કરવાનો આદેશ રાજ્યના એજ્યુકેશન કમિશનરે વિભાગીય શિક્ષણ ઉપસંચાલક અને શિક્ષણ અધિકારીઓને આપ્યા છે.
આ આદેશને પગલે રાજ્યની ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલી આશરે 14,783 સ્કૂલ બંધ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. દરમિયાન સરકાર દ્વારા આ શાળાઓ બંધ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો આક્ષેપ સંબંધિતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સરકારના આ નિર્ણય પર શિક્ષણ ક્ષેત્રમાંથી તીવ્ર પ્રતિક્રિયાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યમાં 2021-22ની આંકડાવારી અનુસાર 20 કરતાં ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવનારી આશરે 14,783 શાળા હોઈ એમાં આશરે 1,85,000 વિદ્યાર્થીઓ ભણે છે અને આ શાળાઓમાં 29,707 શિક્ષક ફરજ બજાવે છે. અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ સુધી જ્ઞાનની ગંગા પહોંચે એ હેતુથી સરકાર દ્વારા આ શાળાઓ શ કરવામાં આવી હતી.
નેશનલ એજ્યુકેશન પોલિસીમાં કરવામાં આવેલી ભલામણ અનુસાર આ શાળાનું રૂપાંતર હવે સમુહ શાળામાં કરવામાં આવશે. આ સમુહ શાળાના માધ્યમથી વિદ્યાર્થીઓને સારી સુવિધા પૂરી પાડવામાં આવશે, એવો દાવો સરકાર દ્વારા આ નિર્ણયનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ શાળામાં જઈ શકે એ માટે સરકારી ભંડોળમાંથી કે સીએસઆર ફંડમાંથી ભંડોળ ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે, એવું એજ્યુકેશન કમિશનરના પત્રમાં જણાવવામાં આવ્યું છે.
દરમિયાન શાળાએ જવા માટે વિદ્યાર્થીઓને કરવા પડનારા લાંબા પ્રવાસની જવાબદારી કોણ લેશે? સરકારે પાંચ વર્ષ પહેલાં પાછા ખેંચવા પડેલાં નિર્ણય ફરી એક વખત એનઈપીના નામ હેઠળ ફરી એક વખત અમલમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર જો આ નિર્ણય પાછો નહીં લે તો રસ્તા પર ઉતરીને એનો વિરોધ કરવો પડશે, એવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button