આમચી મુંબઈ
દાદરમાં ઇમારતના 13મા માળે ભીષણ આગ: ગૂંગળામણથી વૃદ્ધનું મૃત્યુ

મુંબઈ: દાદર પૂર્વમાં આવેલી ઇમારતના 13મા માળે આગ લાગતાં ધુમાળાને કારણે ગૂંગળામણથી 60 વર્ષના વૃદ્ધનું મોત થયું હોવાનું અગ્નિશમન દળના અધિકારીએ જણાવ્યું હતું.
દાદર પૂર્વમાં હિન્દુ કોલોની ખાતે આવેલી રૈઇનટ્રી બિલ્ડિંગના 13મા માળે ફ્લેટ નંબર 1302માં શનિવારે સવારે 8.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ફ્લેટ ઘરગુથી સામાનથી ભરેલો હતો અને લૉક હતો.
આગની જાણ થયા બાદ અગ્નિશમન દળના જવાનો બે ફાયર એન્જિન, વોટર ટેન્કર અને અન્ય ઉપકરણો સાથે ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જવાનોએ પાણીનો મારો ચલાવીને અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ લાગતાં ધુમાડાને કારણે સચિન પાટકર (60) નામનો વૃદ્ધ બેભાન થઇ ગયો હતો. સચિનને સારવાર માટે સાયન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નહોતું. ઉ