સ્પોર્ટસ

યુરો-2024: ઇંગ્લૅન્ડ બેલિંગમના ગોલથી પહોંચ્યું ક્વૉર્ટરમાં, સ્પેન પણ જીત્યું

જેલ્સનકિર્શેન/કૉલન: જર્મનીમાં ચાલતી યુરોપિયન ચૅમ્પિયનશિપ (યુરો-2024)માં યજમાન જર્મની અને સ્વિટ્ઝરલૅન્ડ ઉપરાંત ઇંગ્લૅન્ડ અને સ્પેન પણ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે.

આ પણ વાંચો: Euro 2024: પોર્ટુગલ યુરો-2024ના નૉકઆઉટમાં પહોંચેલી ત્રીજી ટીમ

ઇંગ્લૅન્ડની રવિવારે સ્લોવેકિયા સામેની મૅચ છેક સુધી 1-1થી બરાબરીમાં હતી અને એક્સ્ટ્રા-ટાઇમમાં જવાની હતી જેમાં ઇંગ્લૅન્ડે કદાચ પરાજય જોવો પડ્યો હોત. જોકે મુખ્ય મૅચની 90 મિનિટ પછી પાંચમી મિનિટમાં (કુલ 95મી મિનિટમાં) જ્યૂડ બેલિંગમે ગોલ કરીને ઇંગ્લૅન્ડને 2-1થી સરસાઈ અપાવી હતી અને છેવટે ઇંગ્લૅન્ડનો વિજય થયો હતો.

એની ચાર મિનિટ પહેલાં (91મી મિનિટમાં) કૅપ્ટન હૅરી કેને ગોલ કરીને પોતાની ટીમને 1-1થી સ્કોર લેવલ કર્યો હતો. સ્લોવેકિયાનો એકમાત્ર ગોલ પચીસમી મિનિટમાં ઇવાન સ્ક્રૅન્ઝે કર્યો હતો.

આ પણ વાંચો: UEFA Euro-2024 : ઍમ્બાપ્પેનું નાક તૂટ્યું, યુરો-2024માં માસ્ક પહેરીને રમવું પડશે

ક્વૉર્ટર ફાઇનલમાં ઇંગ્લૅન્ડનો મુકાબલો સ્વિટ્ઝરલૅન્ડ સાથે થશે. સ્વિસ ટીમે પ્રી-ક્વૉર્ટરમાં ઇટલીને 2-0થી આંચકો આપ્યો હતો.

અન્ય એક પ્રી-ક્વૉર્ટર મૅચમાં સ્પેને જ્યોર્જિયાને 4-1થી હરાવીને ક્વૉર્ટરમાં પ્રવેશ કર્યો હતો જેમાં એની ટક્કર જર્મની સાથે થશે.

જર્મનીએ પ્રી-ક્વૉર્ટરમાં ડેન્માર્કને 2-0થી પરાસ્ત કરીને લાસ્ટ-એઇટમાં પ્રવેશ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button