આમચી મુંબઈમહારાષ્ટ્ર

બહેનના અપહરણના કાવતરાની શંકા પરથી યુવકની હત્યાનો પ્રયાસ

થાણે: બહેનના અપહરણનું કાવતરું ઘડ્યું હોવાની શંકા પરથી કોયતાના ઘા ઝીંકી યુવકની કથિત હત્યાનો પ્રયાસ કરવા બદલ પોલીસે ભાઈની ધરપકડ કરી હતી. પકડાયેલા 30 વર્ષના આરોપી વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર શનિવારની રાતે આરોપી 21 વર્ષના યુવકના અંબરનાથ સ્થિત ઘરે ગયો હતો. કામનું બહાનું કરી યુવકને આરોપીએ પોતાની સાથે આવવાનું કહ્યું હતું. સંબંધિત પરિસરમાં ગુંડાગીરી કરનારા આરોપીથી ડરીને ફરિયાદી યુવક તેની સાથે જવા તૈયાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: બીડમાં ગામના સરપંચની હત્યા: શરદ પવાર જૂથના નેતા, ચાર સાથીદાર વિરુદ્ધ ગુનો

આરોપી યુવકને બાઈક પર ચિરાડગાંવના નિર્જન સ્થળે લઈ ગયો હતો, જ્યારે બહેનના અપહરણની યોજના સંબંધે આરોપીએ યુવકને સવાલ કર્યા હતા, એમ હિલ લાઈન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

ગાળાગાળી કર્યા પછી આરોપીએ યુવક પર કોયતાના ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘવાયેલો યુવક આરોપીથી બચવા ભાગ્યો હતો. મુખ્ય રસ્તા પર રાહદારી પાસે મદદ માગતાં યુવકને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. યુવકની ફરિયાદને આધારે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી રવિવારે આરોપીની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button