રાહુલના નિવેદન પર સ્પીકરે કહ્યું “અગ્નિવીરને મળે છે એક કરોડનું વળતર, સંસદને ભ્રમિત ન કરો’

નવી દિલ્હી: સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. વિપક્ષ અને સતા પક્ષ બંને એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ખેડૂતો, અગ્નિવીર અને NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાંચમા દિવસે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ NEET પરીક્ષાનો મુદ્દો ઉઠાવ્યો અને ચર્ચાની માંગ કરી.
રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સંસદમાં કરેલા અગ્નિવીર સંબંધિત નિવેદન પર રાજનાથ સિંહે કહ્યું કે અગ્નિવીર શહીદને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. રાહુલ ગાંધીએ અગ્નિવીર પર ખોટું નિવેદન ન આપવું જોઈએ. તે ગૃહને ગેરમાર્ગે દોરે છે. આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજનાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે મોદી સરકાર અગ્નિવીરને શહીદનો દરજ્જો આપતી નથી. તેમને વળતર આપવામાં નથી આવતું. કોંગ્રેસ આવશે તો અગ્નિવીર યોજનાને હટાવી દેવામાં આવશે. કારણ કે અગ્નવીર યોજના એ સેનાની નહીં પણ પીએમઓની છે. તેમના માટે, અગ્નિવીર એક યુઝ એન્ડ થ્રો મજૂર છે.
રાહુલના આ નિવેદન પર રાજનાથ સિંહે કહ્યું કે અગ્નિવીર શહીદને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. રાહુલ ગાંધીએ અગ્નિવીર પર ખોટું નિવેદન ન આપવું જોઈએ. તે ગૃહને ગેરમાર્ગે દોરે છે. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આગળ વધી શકી ન હતી. રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. જો કે વિપક્ષના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.