આમચી મુંબઈમહારાષ્ટ્ર

…Paper leak કરનારા ખબરદાર, મહારાષ્ટ્રમાં થશે આટલી સજા અને ભરવો પડશે દંડ?

મુંબઈ: નીટ પરિક્ષા માટે દેશ જ નહીં, મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ હોબાળો મચ્યો છે અને વિપક્ષે સરકારને આ મુદ્દે ઘરવાનો ચોમાસું સત્રના પહેલા જ સત્રથી પ્રારંભ કર્યો હતો. વિધાનસભામાં પેપર લીક (ફૂટવાની)ની ઘટના માટે સરકારે કોઇ કડક કાયદો ઘડ્યો છે કે નહીં, એવો પ્રશ્ન પણ વિપક્ષ દ્વારા પૂછવામાં આવ્યો હતો. જેને પગલે સરકાર દ્વારા પેપર લીકની ઘટનાઓને રોકવા માટે કડક કાયદો તૈયાર કરવામાં આવી રહ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પેપર લીક કરવા, પરીક્ષા કેન્દ્રમાં કોપી એટલે કે નકલ કરવા તેમ જ અન્ય ગેરરીતિઓ આચરનારાઓ માટે દસ વર્ષને કેદ અને કે અથવા એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવાનો કાયદો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ અંગેનો ખરડો ટૂંક સમયમાં વિધાનસભામાં સંમતિ માટે રજૂ કરવામાં આવશે, તેમ સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું.
કેન્દ્ર સરકારે નીટ-યુજી ગોટાળા બાદ થોડા દિવસો પહેલા જ આ અંગે કાયદો અમલમાં લાવ્યો હતો.

આ પણ વાંચો: NEET Paper Leak કેસમાં CBI ની મોટી કાર્યવાહી, Gujarat માં 7 સ્થળોએ દરોડા, પત્રકારની પણ ધરપકડ

આ પૂર્વે ફેબ્રુઆરી 1996માં મહારાષ્ટ્ર યુનિવિર્સિટી, શિક્ષણ મંડળ અને અન્ય પરિક્ષાઓમાં થતી ગેરરિતીઓ માટેના પ્રતિબંધિત કાયદા (1992)માં ફેરફાર કરીને તે લોકસેવા આયોગની પરીક્ષાઓ પર પણ લાગુ કરવામાં આવ્યો હતો.

જોકે, એ કાયદામાં અત્યાધુનિક ટેક્નોલોજી મારફત આચરવામાં આવતી ગેરરિતી બાબતે કોઇ જોગવાઇ નથી. જેને પગલે ગેરરીતિઓ માટે દંડની જોગવાઇ પણ ઓછી છે. જેને પગલે વધુ કડક સજાની જોગવાઇ કરતો નવો કાયદો ઘડવાની તૈયારી મહારાષ્ટ્ર સરકારની અને ગુરુવારે યોજવામાં આવેલા પ્રધાનમંડળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું.

પરિક્ષામાં ગેરરીતિ આચરનારા સંસ્થાના સંચાલક કે વરિષ્ઠ અધિકારીઓ માટે એક કરોડ રૂપિયાનો દંડ અને દસ વર્ષની જેલવાસની સજા ઉપરાંત તેમની મિલકત જપ્ત કરવાની જોગવાઇ પણ આ કાયદામાં હોવાનું જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button