મનોરંજન

Katrina Kaif આપશે good news? શુ કહ્યું પતિ વિકી કૌશલે

વિકી કૌશલ અને કેટરીના કૈફ બોલિવૂડના પાવર કપલ્સમાંના એક છે. દર્શકોને બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ છે. કેટરીનાની પ્રેગ્નન્સીના સમાચાર અવારનવાર સોશિયલ મીડિયા પર આવતા રહે છે. જો કે, આ કપલે આજ સુધી આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. વિકી કૌશલ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ બેડ ન્યૂઝ (Bad news)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ બેડ ન્યૂઝના લૉંચ સમયે વિકીને ગૂડ ન્યૂઝ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે આવો રમૂજી જવાબ આપ્યો.

તાજેતરમાં કેટરિના વેકેશન માટે લંડન ગઈ હતી. તે સમયે તે પ્રેગનન્ટ હોવાની વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. કેટરિનાએ લૉંગ કૉટ પહેર્યો હોવાથી તે બેબી બમ્પ છુપાવતી હોવાની ચર્ચા ચાલી હતી. જોકે સમાચાર માત્ર અફવા હોવાનું કહેવાય છે. કેટરિનાની ટીમે પણ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, જ્યાં સુધી કોઈ સત્તાવાર માહિતી કપલ ન આપે ત્યાં સુધી અફવાઓ સંબંધિત કોઈ સમાચાર પ્રકાશિત કરશો નહીં. ફેન્સ વિકી અને કેટરીના માતા-પિતા બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

વિકી કૌશલની ફિલ્મ બેડ ન્યૂઝની વાત કરીએ તો ટ્રેલરને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમાં વિકીની સાથે તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં તૃપ્તિ માતા બનવા જઈ રહી છે અને તે બાળકનો અસલી પિતા કોણ છે. આની આસપાસ વાર્તા વણાઈ છે. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ સિવાય વિકી સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરમાં જોવા મળશે. લવ એન્ડ વોરમાં વિકીની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button