આમચી મુંબઈમહારાષ્ટ્ર

પુણે પહોંચશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

આવતા મહિને ભાજપની મહત્ત્વની બેઠકનું નેતૃત્વ કરશે

મુંબઇઃ લોકસભાની ચૂંટણીમાં મહરાષ્ટ્રમાં ભાજપના નબળા દેખાવ તેમ જ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ગંભીરપણે મહારાષ્ટ્ર પર નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવતા મહિને પુણે ખાતે ભાજપ નેતાઓની સાથે બેઠક યોજશે તેવી માહિતી ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પત્રકારોને જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે પુણેમાં યોજાનારી ભાજપની બેઠકમાં પક્ષના લગભગ 4,500 પદાધિકારીઓ હાજર રહેશે. અમે અમિત શાહને પુણે આવીને આ બેઠકને સંબોધિત કરવાની વિનંતી કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા આ બેઠક મહત્ત્વની રહેશે, તેમ બાવનકુળેએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Assembly Monsoon Session: વિધાનભવનના પરિસરમાં પેડાં વહેંચાયા, જાણો કોણે કોને આપ્યા?

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે તેવી શક્યતા છે. આવતા મહિને યોજાનારી મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી વિશે બાવનકુળેએ માહિતી આપતા જણાવ્યું હતું કે વિધાન પરિષદની ચૂંટણી માટેના ઉમેદવારોનો નિર્ણય આજે અથવા કાલે લેવામાં આવશે.

મને ખાતરી છે કે કેન્દ્રીય સંસદીય સમિતી રાજ્ય માટે ઉપયોગી સાબિત થઇ શકે તેવા નામોની ભલામણ કરશે. આ સિવાય વિધાન પરિષદ માટે ચેર પર્સનનું પદ ભાજપ રાખવાનું પસંદ કરશે, તેમ પણ બાવનકુળેએ જણાવ્યું હતું. જોકે અંતિમ નિર્ણય એનડીએ એટલે કે મહાયુતિના તમામ પક્ષો અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે મળીને ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button