નેશનલ

Shoking: પોલીસના ત્રાસથી 2 ભાઇએ ભર્યું અંતિમ પગલું અને…

આગ્રાઃ ઉત્તર પ્રદેશના આગ્રામાં પોલીસના ત્રાસથી બે ભાઇએ આત્મહત્યા કરી હતી. આ કેસમાં બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર હરિઓમ અગ્નિહોત્રીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપી ઇન્સ્પેક્ટર મુકેશ કુમાર ફરાર છે. નોંધનીય છે કે 22 જૂનના રોજ રૂપધનુ ગામના રહેવાસી સંજય સિંહે સાદાબાદ પોલીસ દ્વારા કથિત સતામણીના કારણે આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસે જણાવ્યું હતું કે સંજયનો સાળો એક સગીરા સાથે ભાગી ગયો હતો. સાદાબાદ પોલીસે સંજયને 22 જૂન પહેલા કેસના સંબંધમાં તેના સાળાને હાજર કરવા કહ્યું હતું પરંતુ તેણે તે જ દિવસે આત્મહત્યા કરી લીધી હતી.

દરમિયાન સોમવારે સંજયના ભાઈ પ્રમોદ સિંહે પણ આત્મહત્યા કરી હતી. પ્રમોદ સિંહ હોમગાર્ડ હતા. પ્રમોદ સિંહે એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેણે સાદાબાદ પોલીસ પર આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના હરદોઈમાં રેતી ભરેલી ટ્રક ઝૂંપડી પર પલટી, આઠના મોત

બંને ભાઈઓની આત્મહત્યા બાદ ગ્રામજનોએ પોલીસ સામે વિરોધ નોંધાવ્યો હતો અને અધિકારી સામે કાર્યવાહીની માંગ કરી હતી. જેના પગલે અલીગઢ રેન્જના મહાનિરીક્ષક શલબ માથુરના નિર્દેશ પર એસઆઈ અગ્નિહોત્રી અને ઈન્સ્પેક્ટર કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

એતમાદપુરના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ સુકન્યા શર્માએ પીટીઆઇને કહ્યું હતું કે બંન્ને અધિકારીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું) હેઠળ બરહાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી અને બીજા દિવસે એસઆઈ અગ્નિહોત્રીની ધરપકડ કરવામાં આવી હતી.

એસઆઇ અગ્નિહોત્રીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે ઈન્સ્પેક્ટર કુમાર હજુ પણ ફરાર છે અને તેને શોધવાની કામગીરી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે યુપી સરકારે પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button