આમચી મુંબઈ

ઉલ્હાસનગરમાં વીજળીનો કરન્ટ લાગતાં માનસિક રીતે અસ્થિર યુવાનનું મોત

થાણે: રસ્તો ઓળંગતી વખતે વીજળીનો આંચકો લાગતાં માનસિક અસ્થિર યુવાનનું મૃત્યુ થયું હોવાની ઘટના ઉલ્હાસનગરમાં બની હતી.

હિલ લાઈન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની બપોરે ઉલ્હાસનગર શહેરમાં બની હતી. રસ્તા અને ગટરની લાઈનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે 35 વર્ષના યુવાનને કરન્ટ લાગ્યો હતો.

આ પણ વાંચો: કલ્યાણ, ડોમ્બિવલી અને બદલાપુરમાં વીજળીના ધાંધિયાઃ ગરમીથી શહેરીજનો પરેશાન

ગટરના કામકાજના સ્થળેથી રસ્તો ઓળંગતી વખતે યુવાન વીજળીના થાંભલાના સંપર્કમાં આવી ગયો હતો. વીજળીના થાંભલામાંથી કરન્ટ પસાર થતો હોવાને કારણે આ ઘટના બની હોવાનું પોલીસનું કહેવું છે.

રસ્તા પરથી પસાર થનારા લોકોની નજર પડતાં યુવાનને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના બાદ સ્થાનિકોએ વીજ કંપનીની ઑફિસમાં જાણ કરી હતી, જેને પગલે વીજ પ્રવાહ ખંડિત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: શહાપુરમાં વીજળી પડવાથી લાગેલી આગમાં ચાર ભેંસના મોત

પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ પ્રકરણે એડીઆર નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button