લગ્ન પહેલા કરણ જોહરે સોનાક્ષી સિંહાને કરાવ્યો ભારે ખર્ચ!
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ તેમના લગ્ન પછી દરેક જગ્યાએ સમાચારમાં છવાયેલા છે. બંનેએ જોકે, રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે, પણ રિસેપ્શનના દિવસને ખાસ બનાવવા માટે સોનાક્ષીએ પાણીની જેમ પૈસા ખર્ચ્યા છે.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે 23 જૂનની સાંજે તેમના રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જ્યાં સલમાન ખાનથી લઈને રેખા સુધીના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો. લગ્નમાં સોનાક્ષી સિમ્પલ રેડ સાડીમાં જોવા મળી હતી, તેથી લોકોને એમ લાગ્યું કે સોનાક્ષીએ સાદાઇથી લગ્ન કર્યા છે. પણ એવું નથી. સોનાક્ષીએ રિસેપ્શન લુક માટે લાખો રૂપિયા ખર્ચ્યા હતા. રિસેપ્શનના દિવસે સોનાક્ષીએ લાલ સિલ્કની સાડી, તેના વાળમાં સિંદૂર, હાથમાં બંગડીઓ અને તેના ગળામાં લીલા મોતીવાળું ચોકર પહેર્યું હતું. આ ચોકર કરણ જોહરની જ્વેલરી બ્રાન્ડ ‘ત્યાની જ્વેલરી’નું છે. સોનાક્ષીએ આ ચોકર, ઈયરિંગ્સ અને બ્રેસલેટ માટે લાખો રૂપિયા ખર્ચવા પડ્યા હતા. કરણ જોહરની બ્રાન્ડ ત્યાનીની વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે કે સોનાક્ષીએ નેકલેસ અને કાનના સેટ માટે 465,000 રૂપિયા ચૂકવ્યા છે. જ્યારે હાથની બંગડીઓની કિંમત 2 લાખ રૂપિયાથી ઉપર છે. એકંદરે, અભિનેત્રીએ કરણ જોહરની આ જ્વેલરી બ્રાન્ડને રૂ. 7 લાખથી વધુ ચૂકવ્યા છે.
આ પણ વાંચો : ઝહીર સાથે કોર્ટ મેરેજ બાદ તરત જ સોનાક્ષીએ ભર્યું આ પગલું….
આટલો જ ખર્ચ સોનાક્ષીની સાડી અને સલવાર કમીઝ પર કરવામાં આવ્યો હતો. રાત્રે આયોજિત ગ્રાન્ડ ફંક્શનમાં અભિનેત્રી લાલ સિલ્કની સાડીમાં પહોંચી હતી. આ સાડીની કિંમત લગભગ 80 હજાર હોવાનું કહેવાય છે. અભિનેત્રીએ રિસેપ્શન દરમિયાન લાલ રંગનો સલવાર-કમીઝ પણ પહેર્યો હતો. આ સલવાર-કમીઝની કિંમત 2.5 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ઝહીર ઈકબાલે પણ સોનાક્ષી સિન્હાને હિરાની વીંટી પહેરાવી હતી, જેની કિંમત જાણવા મળી નથી, પણ વીંટી જોઇને અંદાજ આવી જાય છે કે તેની કિંમત સહેજે લાખોમાં હશે.