આકાશમાં ચક્કર પછી લેન્ડિંગ વખતે પ્લેનનું ટાયર ફાટ્યું…
નવી દિલ્હીઃ દિલ્હીથી સુરત આવી રહેલી ફ્લાઈટનું અચાનક ટાયર ફાટવાના કારણે દુર્ઘટના સર્જાઇ હતી અને વિમાન ક્રેશ થયું હતું. સુરત એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. જોકે પાયલોટ વિમાનનું સફળ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યો હતો. આ સમયે વિમાનમાં કુલ છ મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો સુરક્ષીત છે.
અકસ્માતને કારણે ગુજરાત એરપોર્ટ પર ટ્રાફિકને માઠી અસર થઈ હતી. જ્યાં અકસ્માત થયો તે રનવે બે કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
અકસ્માતને કારણે ગુજરાત તરફ આવતી ઘણી ફ્લાઈટોને ડાયવર્ટ કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હીથી સુરત આવતી ફ્લાઈટvs અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. ત્યાર બાદ સુરતમાં લેન્ડિંગ પહેલા ફ્લાઇટે આકાશમાં અનેક ચકરાવા માર્યા હતા. લેન્ડિંગ સમયે પ્લેનનું ટાયર ફાટી ગયું હતું, પરંતુ પાયલોટની સમજદારીને કારણે તે ક્રેશ થતા બચી ગયું હતું.
એવું માનવામાં આવે છે કે ટાયર ફાટવાના કારણે પ્લેનનું સફળ લેન્ડિંગ ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે અને પ્લેન ક્રેશ થવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. સુરતમાં પાયલોટની કુશળતાના કારણે ક્રેશ થયેલા વિમાનને સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવ્યું હતું. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરક્રાફ્ટના કેપ્ટને એટીસીને જાણ કરી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.