આમચી મુંબઈમહારાષ્ટ્ર

Maratha Agitation: જરાંગેનો વિરોધ કરનારા સમર્થકોએ ડોક્ટરનું મોંઢું કાળું કર્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ફરીથી મરાઠા આંદોલનની ચિનગારી સળગી છે ત્યારે છત્રપતિ સંભાજીનગરમાં મરાઠા આંદોલનમાં ભાગ લેનારા ચળવળકારો હવે આક્રમક બન્યા હોવાનું જણાઇ રહ્યું છે. મરાઠા આંદોલનનું નેતૃત્વ કરનારા મનોજ જરાંગે પાટીલનો વિરોધ કરવા બદલ એક ડોક્ટરનું મોં સ્યાહીથી કાળુ કરી નાંખ્યું હોવાની ઘટના અહીં સામે આવી છે.

ડોક્ટરે મનોજ જરાંગે દ્વારા કરવામાં આવતા આંદોલનનો વિરોધ વ્યક્ત કર્યો હતો તેના કારણે તેના મોં પર કાળા રંગની સ્યાહી લગાવી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી શમી ગયેલું મરાઠા અનામત આંદોલન હવે ફરી પાછુ ચગ્યું છે અને છેલ્લા ચાર મહિનાથી મનોજ જરાંગે પાટીલ ઓબીસી ક્વોટા હેઠળ મરાઠા સમાજને અનામત આપવાની માગણી સાથે ઘણી વખત ભૂખ હડતાળ પણ કરી ચૂક્યા છે. ત્રણ વખત તે આમરણ અનશન પર બેસી ચૂક્યા છે.

જરાંગેએ મરાઠાઓના લોહીના સંબંધીઓને કુણબી સર્ટિફિકેટ આપવાની માગણી કરી છે અને આ અંગે સરકારી અધ્યાદેશ બહાર પાડવાની માગણી પણ કરી છે. જોકે જરાંગેની આ માગણીના વિરોધમાં લક્ષ્મણ હાકે પણ ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા. જોકે રાજ્ય સરકારે તેમને આશ્વાસન આપતા તેમણે પોતાની ભૂખ હડતાળ પાછી ખેંચી હતી, પરંતુ હજી પણ બંને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી જ રહ્યા છે.

આ પણ વાંચો: મનોજ જરાંગેએ બેમુદત ઉપવાસ ફરી શરૂ કર્યા

આ દરમિયાન છત્રપતિ સંભાજીનગરમાં એક ડોક્ટરે મનોજ જરાંગેના આંદોલન પ્રત્યે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જરાંગેએ અંતરવાલી સરાટીમાં કરેલા આંદોલનનો તેમણે વિરોધ કર્યો હતો. જેને પગલે ડોક્ટર રમેશ તારખે કરેલા વિરોધને પગલે જરાંગેના સમર્થકોએ તેમના મોં પર કાળી સ્યાહી લગાવી દીધી હતી.

ડોક્ટર રમેશ તારખે આ આંદોલન વિરુદ્ધ સરકારને પત્ર લખીને અરજી કરી હતી. જ્યારબાદ સોમવારે અમુક મરાઠા આંદોલનકારીઓએ તેમને મુલાકાત માટે બોલાવ્યા હતા. તેમણે સૌપ્રથમ તો તારખનું સ્વાગત અને સત્કાર કર્યો અને પછી તેમના મોં પર કાળી સ્યાહી ચોપડી દીધી. જેને પગલે આ મુદ્દે ફરી રાજકારણ ગરમાશે તેવી શક્યતા છે.

તારખે આપેલી ઘટનાની વિગત આપતા જણાવ્યું હતું કે મને એક જણનો ફોન આવ્યો હતો અને કહ્યું કે અમારે એક દર્દીને તમારી પાસે તપાસ કરાવવા લઇ આવ્યા છે. તે બહાર આવીને ઊભા રહી ગયા અને પછી મારો સત્કાર કર્યો. એ વખતે મેં વિચાર્યું કે તેમણે મારો સત્કાર કેમ કર્યો. તેમણે કહ્યું કે આજે તમારો જન્મદિવસ છે. મેં તેમને મારો જન્મદિવસ ન હોવાનું કહ્યું અને એટલામાં તેમણે મારા મોં પર કાળી સ્યાહી ચોપડી દીધી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button