Kanishka Plane Blast: આતંકવાદી નિજ્જરને કેનેડાની સંસદમાં શ્રદ્ધાંજલિ આપવા પર ભડક્યા જયશંકર, કહ્યું…..
કનિષ્ક વિમાન દુર્ઘટનાની આજે 39મી વરસી છે. આ પ્રસંગે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા વિદેશ પ્રધાન એસ જયશંકરે કેનેડાને ચેતવણી આપી હતી કે આતંકવાદને ક્યારેય બર્દાશ્ત નહીં કરવામાં આવે.
કેનેડાની સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને મૌન પાળીને શ્રદ્ધાંજલિઆપ્યા બાદ હવે આ મુદ્દે ભારતના વિદેશ પ્રધાને પ્રતિક્રિયા આપી છે. તેમણે કનિષ્ક વિમાન દુર્ઘટનાનો ઉલ્લેખ કરીને કેનેડાને અરીસો દેખાડ્યો છે.
કનિષ્ક વિમાન દુર્ઘટનાની 39મી વર્ષગાંઠ પર આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કેનેડાને સ્પષ્ટ શબ્દોમાં સુણાવ્યું હતું કે આતંકવાદને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, આજે આતંકવાદના ઇતિહાસના સૌથી ખરાબ કૃત્યોમાંના એકની 39મી વર્ષગાંઠ છે.
હું AI 182 ‘કનિષ્ક’ ના 329 ના મૃતકોને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. 1985માં આજના દિવસે તેઓ મૃત્યુ પામ્યા હતા. મારી સંવેદના તેમના પરિવારો સાથે છે. આ વર્ષગાંઠ આપણને એ પણ યાદ અપાવે છે કે આતંકવાદને ક્યારેય સહન ન કરવો જોઈએ.
કેનેડાના વાનકુવરમાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલે પણ 1985માં એર ઈન્ડિયાના કનિષ્ક વિમાનમાં બોમ્બ વિસ્ફોટમાં જાન ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપતા બોમ્બ વિસ્ફોટના પીડિતોની યાદમાં એક સમારોહનું આયોજન કરવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: S Jaishankar: પ્રતિબંધો લગાવવાની એમેરિકાની ચેતવણીનો એસ જયશંકરે જવાબ આપ્યો, જાણો શું કહ્યું
23 જૂન, 1985ના રોજ એર ઈન્ડિયા ફ્લાઈટ 182 (કનિષ્ક) પર થયેલા ભયંકર આતંકવાદી બોમ્બ વિસ્ફોટમાં 86 બાળકો સહિત 329 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દિવસે મોન્ટ્રીયલ, કેનેડાથી લંડન જતું એર ઈન્ડિયાના વિમાનમા ંબ્લાસ્ટ થયો હતો અને પ્લેન એટલાન્ટિક મહાસાગરમાં ક્રેશ થયું હતું.
કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા પ્લેનમાં બૉમ્બ મૂકવામાં આવ્યો હતો. આ હુમલામાં પ્લેનમાં સવાર 329 લોકો માર્યા ગયા હતા, જેમાં 268 કેનેડિયન નાગરિકો (જેમાં મોટા ભાગના ભારતીય મૂળના હતા), 27 બ્રિટિશ નાગરિકો અને 24 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે.