સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૨૩-૬-૨૦૨૪ થી તા. ૨૯-૬-૨૦૨૪
ગ્રહગોચર: આ સપ્તાહમાં સૂર્યનારાયણ મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ સમતગતિએ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. માર્ગી બુધ મિથુન રાશિમાં અતિચારી પરંતુ ઘટતી ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર સમગતિએ મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં તા. ૨૯મીએ વક્રી થાય છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે ધનુ રાશિમાં રહે છે. તા. ૨૪મીએ મકર, તા. ૨૬મીએ કુંભ, તા. ૨૮મીએ મીન રાશિમાં આવે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવીન કાર્યપદ્ધતિ, નવા વેપારની પદ્ધતિ અપનાવી શકશો. નાણાં રોકાણ શક્ય છે. નોકરીમાં તા. ૨૪, ૨૫, ૨૭ સફળતા સૂચવે છે. પ્રવાસ દ્વારા કુટુંબના વ્યવસાયના કાર્યો પૂર્ણ કરી શકશો. કાર્યક્ષેત્રે નાણાં ખર્ચ પરત્વે સાવધાની રાખવી જરૂરી છે. મહિલાઓને આ સપ્તાહમાં નવી નોકરીના પ્રારંભ માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં શૈક્ષણિક પ્રવૃત્તિમાં સફળતા જણાશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ શક્ય છે. દૈનિક સાપ્તાહિક વેપારથી નાણાં લાભ મેળવશો. નોકરીમાં તા. ૨૬, ૨૭, ૨૮ સફળતાસૂચક છે. મુસાફરીમાં નવી ઓળખાણો થાય. વ્યવસાયના નાણાંકીય હિસાબો પૂર્ણ કરશો. નાણાં આવક જળવાઈ રહેશે. મહિલાઓને પરિવારની પ્રાસંગિક જવાબદારીઓમાં સફળતા જણાશે. કુટુંબીજનોમાં મતભેદો તીવ્ર થશે. વિદ્યાર્થીઓ વાંચન અભ્યાસમાં નિયમિતતા દાખવશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના વાયદાના વેપાર, દૈનિક સાપ્તાહિક વેપાર સફળ જણાશે. નોકરીમાં તા. ૨૩, ૨૭, ૨૮ શુભ ફળદાયી બની રહેશે. કુટુંબના સભ્યોની પ્રગતિ જળવાઈ રહેશે. વડીલોની કૃપા આશીર્વાદ મેળવશો. રોકાયેલા નાણાં પરત મેળવી શકશો. અધિકારી દ્વારા મહિલાઓને નોકરીના ક્ષેત્રે મૂંઝવણોનો ઉકેલ પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓને નબળા વિષયમાં અપેક્ષિત માર્ગદર્શન પ્રાપ્ત થતું જણાશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના દૈનિક સાપ્તાહિક વેપારમાં સફળતા મેળવશો. તેજીનો વેપાર આવડત અને અનુભવ દ્વારા સફળ થતો જણાશે. તા. ૨૩, ૨૫, ૨૮, ૨૯ના કારોબારના નિર્ણયો સફળ થતાં જણાશે. પ્રવાસ દ્વારા જૂનાં ઉઘરાણીના નાણાંની વસૂલી સફળ થતી જણાશે. મહિલાઓ નવા કામકાજ, નવી નોકરીનો પ્રારંભ કરી શકશે. વિદ્યાર્થીઓને કુટુંબના સભ્યોની મદદ, સહઅધ્યાયીઓની મદદ અભ્યાસમાં પ્રાપ્ત થતી જણાશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં તા. ૨૪, ૨૫, ૨૬, ૨૭ના કામકાજ સફળતા દર્શાવે છે. દૈનિક સાપ્તાહિક વેપારથી નાણાં લાભ મેળવશો. નોકરીમાં તા. ૨૫, ૨૬, ૨૭ શુભ જણાશે. અધિકારીની મદદ મેળવશો તથા સહકાર્યકરો પણ કઠીન કામકાજમાં ઉપયોગી નીવડશે. વેપારની આવક વધશે. વેપારના મિત્રોમાં યશ મેળવશો. મહિલાઓને પતિનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ જરૂરી અભ્યાસની સાધન સામગ્રી પ્રાપ્ત કરશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણની તક અનુસરી શકશો. તા. ૨૪, ૨૫, ૨૭ના વેપાર લાભદાયી પુરવાર થશે. કારોબારના મિત્રો, ભાગીદાર સાથેની વાટાઘાટો સફળ નીવડશે. અપેક્ષિત વેપારમાં સફળતા મેળવશો. નાણાંની આવકની વૃદ્ધિ થશે. ગૃહિણીઓને મદદનીશ પ્રાપ્ત થાય. સહપરિવાર પ્રવાસ શક્ય છે. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો સ્વતંત્રપણે સફળ થતાં જણાશે.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં લાંબા સમયના નવા રોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરી માટે તા. ૨૩, ૨૭, ૨૮, ૨૯ શુભ જણાય છે. ભાગીદારનો સહયોગ મેળવશો. કારોબારના હરીફાઈના પ્રસંગોમાં સફળતા મેળવશો. વેપારના વિકાસ માટે નાણાં રોકાણ પૂર્વે જન્મકુંડળીનો આધાર લેવો જરૂરી છે. મહિલાઓને પતિનો સહયોગ કારોબારમાં પ્રાપ્ત થશે. પરિવાર માટે કિંમતી ચીજો મેળવી શકશો. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં શૈક્ષણિક પ્રવાસની સફળતા જણાશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાના વેપાર તથા દૈનિક સાપ્તાહિક વેપાર સફળ જણાશે. નોકરીમાં તા. ૨૪, ૨૫, ૨૮, ૨૯ નિર્ણયાત્મક જણાય છે. અધિકારીની કૃપા મદદ મેળવશો. કાર્યક્ષેત્રે માન સન્માન મેળવશો. યશસ્વી બનાવવા માટેના પ્રસંગો નિર્માણ થશે. ગૃહિણીઓના સંતાનની જવાબદારીના કામકાજ સફળ થતાં જણાશે. મદદનીશ નોકર મેળવશો. વિદ્યાર્થીઓના નિત્ય અધ્યયનના કામકાજ સફળ બની રહેશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નાણાં રોકાણ માટે જરૂરી માર્ગદર્શન મેળવશો. નોકરીમાં સાહસિકતાથી અધૂરા કાર્યો આ સપ્તાહમાં પૂર્ણ કરવા માટે કટીબદ્ધ બનશો. સહકાર્યકર અને અધિકારી ઉપયોગી થશે. તા. ૨૬, ૨૭, ૨૯ના વ્યવસાયના કામકાજ સફળતા દર્શાવે છે. ગૃહિણીઓને પરિવારના પ્રસંગોમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓના અધ્યનના નિર્ણયો એકંદરે સફળ થતાં જણાશે.
મકર (ખ,જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં આવડત અનુભવ અને કાર્યદક્ષતાના પૂર્ણ ઉપયોગ દ્વારા શેરબજારના કામકાજમાં સફળતા મેળવવા માટે ગોચરફળ મદદરૂપ થશે. નોકરી ક્ષેત્રે યશ મેળવશો. તા. ૨૮, ૨૯ની પ્રવૃત્તિઓ સફળતા દર્શાવે છે. નાણાં બચતના નિર્ણયનો અમલ થઈ શકશે. મુસાફરી એકંદરે સફળ જણાય છે. ગૃહિણીઓને પરિવારજનો સાથેના મતભેદનો ઉકેલ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નિયમિતતા જણાય તથા કઠીન વિષયોમાં માર્ગદર્શન મેળવશો.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજાર માટે નવીન કાર્યપદ્ધતિ તથા નવીન વેપારની પદ્ધતિ અમલમાં આત્મવિશ્ર્વાસ પૂર્વક મૂકી શકશો. તા. ૨૩, ૨૮, ૨૯, નોકરીના કામકાજમાં સફળતા દર્શાવે છે. કારોબારના મિત્રો સાથેના મતભેદોનો ઉકેલ વ્યવહારુપણે લાવી શકશો. ભાઈ-બહેનો સાથેના મતભેદોનો ઉકેલ આવશે તથા નાણાંવ્યવહાર સંપન્ન થઈ શકશે. મિલકત વાહનના નિર્ણયો આ સપ્તાહમાં સફળ થતાં જણાશે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના શૈક્ષણિક પ્રવાસ સફળ પુરવાર થશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં તેજીના વેપારમાં સફળતા અનુભવશો તથા નવા નાણાં રોકાણની તકને અનુસરી શકશો. તા. ૨૪, ૨૫, ૨૭ નોકરીના કામકાજમાં શુભ ફળદાયી જણાય છે. વ્યાપાર વધશે. નાણાંઆવક જળવાશે. ભાગીદાર સહયોગી બની રહેશે. ગૃહિણીઓને પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને નિત્ય અધ્યયનમાં સફળતા
જણાશે.