મરણ નોંધ

હિન્દુ મરણ

વિરમગામ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પ્રવીણચંદ્ર ત્રિકમલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. વીણાબેન (ઉં. વ.૮૩) તે ભાવના-કિશોર, અતુલ-રીટા, હિના-કમલેશ, દેવાંગ-તોરલના માતુશ્રી. સાગર, દિશા, શિવાની, મેહેરના દાદી. સ્વ. રસિકભાઇ, સ્વ. હંસાબેન, સ્વ. ધનવંતીબેન, હેમલતાબેન, રેખાબેનના ભાભી. પિયર પક્ષે થાનગઢ નિવાસી સ્વ. કંચનબેન બાબુલાલ દોઢીવાલાના સુપુત્રી. સ્વ. નલીનભાઇ, અશોકભાઇના બેન. બન્ને પક્ષે પ્રાર્થનાસભા તા. ૨૩-૬-૨૪ના ૩-૩૦થી ૫-૩૦. ઠે. પારસધામ, ઘાટકોપર (ઇ) રાખેલ છે.

કોળી પટેલ
ગામ કોથા, હાલ ભાયંદર નિવાસી દિપક મનુભાઇ પટેલના ધર્મપત્ની નયના (ઉં. વ. ૪૮) ગુરુવાર તા. ૨૦-૬-૨૪ના રોજ દેવલોક પામેલ છે. તે સવિતાબેન તથા મનુભાઇ વશનજીના પુત્રવધૂ. તે અરુણભાઇના ભાઇના પત્ની. છાયાબેનના ભાભી. તે નંદાબેનના દેરાણી. તે સ્વ. ગુણવંતભાઇ શાંતિભાઇ પટેલ તથા સ્વ. સરલાબેનના સુપુત્રી. તેમની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૪-૬-૨૪ના રોજ બપોરે ૩થી ૫.તથા પુચ્છપાણી સોમવાર, તા. ૧-૭-૨૪ના રોજ બપોરે ૩થી ૫ તેમના નિવાસસ્થાને: શિર્ડી નગર, સાંઇ દર્શન બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફલોર, રૂમ નં. ૮, સાંઇબાબા મંદિરની સામે, ભાયંદર (પૂર્વ), લૌકિક રિવાજ બંધ છે.

લુહાર સુથાર
ગામ-ધોકડવાવાળા, હાલ-ઘોડબંદર, થાણા. ગં.સ્વ. મંજુલાબેન પરમાર (ઉં.વ. ૭૨) તા. ૨૧-૬-૨૪, શુક્રવારના અક્ષરનિવાસી થયેલ છે. સ્વ. ઓધવજીભાઈ જશાભાઈ પરમારના ધર્મપત્ની, તેઓ જીતેશભાઈ, ભાવેશભાઈ અને સુરેશભાઈ તથા દક્ષાબેન જગદીશકુમાર મકવાણાના માતુશ્રી. તેઓ ગીતાબેન, મનીષાબેન તથા શીતલબેનના સાસુ. તેઓ મંયક, દેવાંશ, પાર્થ, નીશીત, મેઘા તથા સ્વ. તુષારના દાદીમા તથા વામાક્ષીના નાનીમા. ગામ: જામકાવાળા, સ્વ. ગોમતીબેન જીવનભાઈ મુળજીભાઈ મકવાણાની દીકરી. તેમની પ્રાર્થનાસભા સોમવારના તા. ૨૪-૬-૨૪, ૫થી ૭. સ્થળ: શ્રી લુહાર સુથાર જ્ઞાતિ વેલ્ફેર સેંટર, દત્તા પાડા રોડ, બોરીવલી (ઈસ્ટ).

શ્રીમાળી બ્રાહ્મણ
સ્વ. રામેશ્ર્વર કું દવે તેમજ સ્વ. તરલા રા. દવેની સુપુત્રી કુ. સરોજ રા. દવે, ગામ અંજાર (કચ્છ) હાલે ડોમ્બિવલી તે કૈલાશ તેમજ દીપક રા. દવેનાં મોટાબેન તા. ૨૦-૬-૨૪, ગુરુવાર, ડોમ્બિવલી મુકામે કૈલાસવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

નવગામ ભાટિયા
વાંકાનેર નિવાસી, હાલ-માટુંગા, ગં.સ્વ. રજનીબેન (ઉં.વ. ૮૨) તે સ્વ. જગદીશભાઈ વાલજી ઉદેશીના ધર્મપત્ની. તે ચેતન, મોના રાહુલભાઈ દેસાઈના માતુશ્રી. તે સ્વ. રાધાબેન જમનાદાસ વેદના સુપુત્રી. તે સ્વ. મનુભાઈ, સ્વ. ત્રિભોવનદાસ, ચંદુભાઈ, સ્વ. સુશીલાબેન, સ્વ. હસુબેનના ભાભી. તે સ્વ. દુલ્હનબેન જયંતભાઈ આશર, સ્વ. ડોલરબેન પ્રકાશભાઈ મોદી, હંસાબેન મોહનલાલ ઉદેશી, પદ્માબેન જયરાજભાઈ આશર, બલભદ્રભાઈના બહેન. આરવ તથા રુહીના નાનીમા ગુરુવાર, તા. ૨૦ જૂન-૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ
ભાદ્રોડવાળા હાલવિલેપાર્લે નિવાસી ગં. સ્વ. જયાબેન પંડયા (ઉં. વ. ૮૫) તે સ્વ. ચંદ્રવદન અમૃતલાલ પંડયાના ધર્મપત્ની. તે ભાનુશંકર અંબારામ ભટ્ટના દિકરી. તે દેવેન્દ્ર, કાજલબેન કિર્તીકુમાર દેસાઇ, તેજલબેન બિમલકુમાર ગાંધીના માતુશ્રી. તે ભૈરવીબેન દેવેન્દ્રભાઇ પંડયાના સાસુ. તા.૨૧-૬-૨૪ના શુક્રવારના કૈલાસવાસી થયા છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૬-૨૪ના રવિવારે ૧૧થી ૧૨.૩૦. ઠે. વિશ્ર્વેશ્ર્વર ભવન, ૧લે માળે, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલેપાર્લે (વેસ્ટ).

લેઉઆ પટેલ
અજીતભાઇ ગોરધનદાસ પટેલ (ઉં. વ. ૮૦) તે કોકિલાબેનના પતિ. નિરજ, નિમિતના પિતા. અલ્પાના સસરા. ચિ. દેવહુતીના દાદા. ગુરુવાર તા. ૨૦-૬-૨૪ના અક્ષર નિવાસી થયેલ છે.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ અમોદરા

ઉના હાલ દહિસર નિવાસી દિલીપ પ્રેમશંકર ઉપાધ્યાય (ઉં. વ. ૫૫) તા.૨૦/૬/૨૦૨૪ના ગુરુવારના કૈલાસવાસી થયેલ છે. તે ગીતાબેનના પતિ, તેઓ યશ્ર્વિ તથા યશના પિતા, તે રમેશભાઈ, અશોકભાઈ, જીતુભાઈના ભાઈ, કડિયાળી નિવાસી ઓઝા હસમુખરાય હરિશંકરનાં જમાઈ. તેમની પ્રાર્થના સભા/શ્રદ્ધાજલિ સભા ૨૩/૬/૨૦૨૪ નાં રવિવારે ૪:૦૦ થી ૬:૩૦. ક્રિસ્ટલ હૉલ, રાજશ્રી સિનેમા,દહિસર ઈસ્ટ, ઉત્તરક્રિયા તા.૨/૭/૨૦૨૪ને મંગળવારે ઉના મુકામે રાખેલ છે. એ/૧૦૩, પુષ્પક, ઘરતનપાડા રોડ ન ૨,રાજ નગર, ઓપોઝિટ મહારાજા હોટેલ,દહિસર પૂર્વ.

ઔદિચ્ય બ્રાહ્મણ
વાંકાનેર નિવાસી હાલ વિર્લેપાર્લે મુંબઈ, સ્વ. કૃષ્ણાબહેન વાસુદેવ ભાઈ ભટ્ટના સુપુત્ર રાહુલભાઈ વાસુદેવભાઈ ભટ્ટ (ઉં. વ.૫૮) જે જાનકીના પતિ. પ્રથમ તથા વંદિતાના પિતા. સ્વ. પ્રજ્ઞાબહેન, પ્રદીપ ભાઈ, આરતીબહેન સુનીલભાઈ. કેતકીબહેન સંદીપભાઈ, કિન્નરીબહેન નીલેશભાઈના ભાઈ. સાસરી પક્ષે સ્વ. દમયંતીબહેન કિરીટભાઈ મહેતાના જમાઈ. હેમલબહેન ક્ધહઈભાઈના બનેવી તા. ૨૧/૦૬/૨૪ શુક્રવારના કૈલાશવાસ થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા: તા.૨૩/૦૬/૨૪ રવિવારના ૫ થી ૭ રાખેલ છે. સ્થળ પહેલાં માળે સંન્યાસ આશ્રમ, વિલેપાર્લે (પ્રશ્ર્ચિમ) ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઇ લોહાણા
મૂળ જામસલાયા હાલ નાલાસોપારા ના સ્વ.માયાબેન નારણદાસ બથિયા ના પુત્ર કિશોરભાઈ (ઉં. વ. ૬૬ ) તે તા.૨૧/૦૬/૨૦૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે હર્ષાબેનના પતિ. સ્વ. પ્રવિણભાઈ, તથા હંસાબેન પ્રવિણભાઈ પોપટના ભાઇ. મેહુલ તથા ડોલી કરણકુમાર પુજારીના પિતા. હૃદયાના નાના. સાસરાપક્ષ સ્વ. કેશવજી નાનજી સાકરીયા. બંને પક્ષ ની પ્રાર્થના સભા તા.૨૪-૦૬-૨૪ ના રોજ ૪ થી ૫ કલાકે સંઘવી બેન્કવેટ હોલ અંબાડી રોડ કોનૅર પોલીસ સ્ટેશન નજીક વસઇ વેસ્ટ. નિવાસસ્થાન. હર્ષાબેન કિશોરભાઈ બથીયા. અ-૬૦૧ અગરવાલ રેસિડન્સી, ડી-માર્ટ ની સામે, નાલાસોપારા વસઇ લીંકરોડ નાલાસોપારા ઇસ્ટ.

વિશા લાડ વણિક
મુંબઈ નિવાસી અજીતા પરીખ (ઉં. વ.૭૩) તે ભરત પરીખના પત્ની, શીતલ, પિન્કીના માતા, ઉમેશ, હિતેશના સાસુ, હષિદા, કોશિક, ઉદયના બેન, અવિનાશ, સ્વ.રોહિણી, બાબુલના ભાભી, દેવાંશી, દર્શનના નાની, તા ૨૧/૦૬/૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે, પ્રાર્થનાસભા તા ૨૪/૦૬/૨૦૨૪ સોમવારે ૫ થી ૭ રાખેલ છે. સ્થળ શ્રી લાડની વાડી, ૨૬, એ, વી પી રોડ, સી.પી. ટેન્ક સર્કલ, મુંબઈ -૪૦૦૦૦૪

કપોળ
ભાદ્રોડવાળા સ્વ.ઈન્દુમતી જમનાદાસ પારેખના સ્વર્ગસ્થ પુત્ર પ્રકાશભાઈના ધર્મપત્ની નીલા (નયના) (ઉં. વ. ૭૦) તે નીપા, દેવાંગ, દિપેશના માતુશ્રી. દિનેશ, દિશાના સાસુ. હર્ષ, નીલના દાદી, દિન્તા, નયના, પન્નાના ભાભી, પિયરપક્ષે સાવરકુંડલાવાળા મણીલાલ દામજી પારેખના પુત્રી તા. ૨૧-૬-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button