મરણ નોંધ

પારસી મરણ

કેટી પરવેઝ સબાવાળા તે મરહુમ પરવેઝના ખાવીંદ. તે મરહુમો કોલામાય ને મંચેરશા કાપડીયાના દીકરી. તે સનોબરના માતાજી. તે વેલરીયનના સાસુ. તે ખુરશેદ તથા મરહુમો લવજી, ડોલી, નરગીશ ને હોમાયના બહેન. તે ટીયા ને કાયરાના મમયજી. (ઉં. વ. ૮૮) રે. ઠે. ફલેટ નં-૧૯, મહેતા બિલ્ડિંગ, ઓપો. વિશાલ હોલ, અંધેરી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૬૯. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૬-૨૪ના રોજ બપોરે ૩.૪૫ કલાકે સોલસેટ અગિયારી અંધેરી-મુંબઇ.
હિલ્લા સોરાબ દીવેચા તે મરહુમ સોરાબ દીવેચાના વિધવા. તે મરહુમો દીના ને નવલ કૂપરના દીકરી. તે તુશનમયતી કાપડીયાના માતાજી. તે રૂસ્તમના સાસુજી. તે ફીરોઝા તથા મરહુમો બરજોર ને એમીના બેન. તે દારાયુશ ને જેહાનના મમયજી. (ઉં. વ. ૯૧) રે. ઠે. ફલેટ નં. ૯૦૩, ક્રેસ્ટ ૪૨, પેડર રોડ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૩-૬-૨૪ના રોજે બપોરે ૩.૪૫ વાગે હોડીવાલા બંગલી ડુંગરવાડી મુંબઇ.
બીનાઇકર વીરાફ મિસ્ત્રી તે વિરાફ એન. મિસ્ત્રીના ધનીયાની. તે મરહુમો ગુલ તથા દીનશા ટેંગરાના દિકરી. તે નીલુફરના માતાજી. તે વીરાફ ટેંગરાના બહેન. તે માયરાહના મમયજી. તે યોહાન ટેંગરાના આંટી. (ઉં. વ. ૬૦) રે. ઠે. ફલેટ નં.૪, સ્કૂલ બિલ્ડિંગ, ખુશરૂબાગ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૩-૬-૨૪ના રોજે બપોરે ૩.૪૫ કરાની અગિયારી, ખુશરૂબાગ, કોલાબા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button