ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૩-૬-૨૦૨૪ થી તા. ૨૯-૬-૨૦૨૪

રવિવાર, જયેષ્ઠ વદ-૨, વિ. સં. ૨૦૮૦, તા. ૨૩મી જૂન, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર પૂર્વાષાઢા સાંજે ક. ૧૭-૦૩ સુધી, ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં રાત્રે ક. ૨૨-૪૭ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. શુભ દિવસ. લગ્ન, ઉપનયન, પશ્ર્ચિમે બુધોદય.

સોમવાર, જયેષ્ઠ વદ-૩, તા. ૨૪મી, નક્ષત્ર ઉત્તરાષાઢા બપોરે ક. ૧૫-૫૩ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. વિષ્ટિ ક. ૧૪-૨૫ થી ક. ૨૫-૨૩. સામાન્ય દિવસ. લગ્ન, ઉપનયન, સર્વદેવ પ્રતિષ્ઠા.

મંગળવાર, જયેષ્ઠ વદ-૪, તા. ૨૫મી, નક્ષત્ર શ્રવણ બપોરે ક. ૧૪-૩૨ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકરમાં બપોરે ક. ૨૫-૪૮ સુધી, પછી કુંભ રાશિ પર જન્માક્ષર. અંગારકી સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૨-૨૮, પંચક પ્રારંભ ક. ૨૫-૪૮. ગુરુ અર્જુનદેવ પુણ્યતિથિ, સામાન્ય દિવસ. લગ્ન

બુધવાર, જયેષ્ઠ વદ-૫, તા. ૨૬મી, નક્ષત્ર ઘનિષ્ઠા બપોરે ક. ૧૩-૦૪ સુધી, પછી શતભિષા. ચંદ્ર કુંભ રાશિ પર જન્માક્ષર. નાગ પંચમી (બંગાળ) પંચક, શુભ દિવસ, ઉપનયન, સર્વદેવ
પ્રતિષ્ઠા.

ગુરુવાર, જયેષ્ઠ વદ-૬, તા. ૨૭મી નક્ષત્ર શતભિષા સવારે ક. ૧૧-૩૬ સુધી, પછી પૂર્વાભાદ્રપદા. ચંદ્ર કુંભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૧ સુધી (તા. ૨૮મી), પછી મીન રાશિ પર જન્માક્ષર. વિષ્ટિ ક. ૧૮-૩૯ થી ક. ૨૯-૩૨.પંચક, શુક્રનો પશ્ર્ચિમમાં ઉદય, શુભ દિવસ. સર્વદેવ પ્રતિષ્ઠા

શુક્રવાર, જયેષ્ઠ વદ-૭, તા. ૨૮મી નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સવારે ક. ૧૦-૧૦ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. કાલાષ્ટમી. પંચક, શુભ દિવસ. લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા

શનિવાર, જયેષ્ઠ વદ-૮, તા. ૨૯મી, નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા સવારે ક. ૦૮-૧૮ સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. બુધ કર્ક રાશિમાં ક. ૧૨-૨૩. શુભ દિવસ. લગ્ન, વાસ્તુ કળશ. પંચક સમાપ્ત ક.૦૭-૩૩.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button