નેશનલ

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન

અયોધ્યા: અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમયે મુખ્ય પૂજારી રહેલા પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું (pandit laxmikant dixit) નિધન થયું છે. આજે શનિવારે 22 જૂને 86 વર્ષની વયે પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું વારાણસીમાં નિધન થયું છે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સમયે તેમણે 121 બ્રાહ્મણોનું નેતૃત્વ કરીને પ્રાણ પ્રતિષ્ઠાની પૂજામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

કાશીના વિદ્વાન પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતના નિધનથી વારાણસીમાં શોકની લહેર છે. તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન મંગલાગૌરીથી કાઢવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, દેશના જાણીતા વિદ્વાન અને સાંગવેદ વિદ્યાલયના યજુર્વેદ શિક્ષક લક્ષ્મીકાંત દીક્ષિતજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. દીક્ષિતજી કાશીની વિદ્વતાપૂર્ણ પરંપરાના યશસ્વી વ્યક્તિત્વ હતા. કાશી વિશ્વનાથ ધામ અને રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં મને તેમનું સાંનિધ્ય મળ્યું. તેમના નિધનથી સમાજને ન પુરી શકાય તેવી ખોટ છે.

સીએમ યોગી આદિત્યનાથે પોસ્ટમાં લખ્યું છે કે, “કાશીના પ્રકાંડ વિદ્વાન એવં શ્રી રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પુરોહિત, વેદમૂર્તિ, આચાર્ય શ્રી લક્ષ્મીકાંત દીક્ષિતજીનું ગોલોકગમન આધ્યાત્મિકતા અને સાહિત્ય જગતની ન પુરાય તેવી ખોટ છે. સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ માટે તેમની સેવા માટે તેમને સદૈવ યાદ કરવામાં આવશે. ભગવાન શ્રી રામ દિવંગત સંતને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના શિષ્યો અને અનુયાયીઓને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના છે.

પંડિત લક્ષ્મીકાંત મથુરાનાથ દીક્ષિત કાશી (વારાણસી)ના સહિત દેશના ખ્યાતનામ પૂજારી રહ્યા છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના યજમાન હતા. પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત મૂળ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના જેઉરના હતા. તેમનો પરિવાર ઘણી પેઢીઓ પહેલા વારાણસી આવીને અહીં સ્થાયી થયો હતો. પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની અધ્યક્ષતા કરનાર 17મી સદીના વિદ્વાન ગાગા ભટ્ટના વંશજ હતા. પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત વારાણસીના મીરઘાટ સ્થિત સાંગવેદ કોલેજના વરિષ્ઠ આચાર્ય હતા. તેઓ યજુર્વેદના મહાન વિદ્વાન ગણાતા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત