મનોરંજન

Shraddha Kapoorએ સોશિયલ મીડિયા પર આ કોની સાથે ફોટો પોસ્ટ કર્યો?

બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) આમ તો કોઈ પણ પ્રકારની કોન્ટ્રોવર્સી કે શો-શાઈનિંગથી દૂર રહેવાનું પસંદ કરે છે, પણ આવી આ પપ્પાની ગૂડ ગર્લે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ફોલોવર્સ વચ્ચે ખળભળાટ મચાવી દીધો છે. આવો જોઈએ આખરે એવું તે શું ખાસ પોસ્ટ કર્યું છે શ્રદ્ધા કપૂરે…

શ્રદ્ધા કપૂરે હાલમાં જ એક પોસ્ટ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરી છે અને આ પોસ્ટ બાદ ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે કદાચ આ પોસ્ટ કરીને શ્રદ્ધા પોતે રાહુલ મોદીને ડેટ કરી રહી છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રાહુલ મોદી (Rahul Modi) સાથેનો ફોટો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે દિલ રખ લે નીંદ તો વાપસ દે યાર…

શ્રદ્ધા કપૂરની આ પોસ્ટ પર યુઝર્સ જાત જાતના રિએક્શન આપી રહ્યા છે અને તેને અભિનંદન આપી રહ્યા છે. આ બધા વચ્ચે ફેન્સને એ જાણવાની તાલાવેલી થઈ રહી છે કે આખરે આ રાહુલ મોદી છે કોણ કે જેના ચક્કરમાં શ્રદ્ધાની ઊંઘ હરામ થઈ ગઈ છે.

ચાલો તમને જણાવીએ કે આખરે શ્રદ્ધા કપૂરના આ બોયફ્રેન્ડ રાહુલ મોદી છે કોણ? તો તમારી જાણ માટે કે રાહુલ મોદી બોલીવૂડના જાણીતા લેખત અને સહાયક નિર્દેશક છે. શ્રદ્ધાએ રાહુલ મોદી સાથે 2023માં આવેલી ફિલ્મ તૂ જુઠ્ઠી મૈં મક્કારમાં એક સાથે કામ કર્યું છે. આ સિવાય રાહુલે પ્યાર કા પંચનામા ટુ, સોનુ કે ટીટુ કે સ્વીટી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ પણ વાંચો: પચાસ વર્ષ જૂના Shik Shak Shok ગીતે મચાવી ધૂમ, જાણો શું છે આ ગીત પાછળની કહાની

પોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો તુ જૂઠ્ઠી મૈં મક્કાર વિશ્વાસ કરીએ તો તુ જુઠ્ઠી મૈં મકાર શ્રદ્ધા અને રાહુલ એકબીજાની નજીક આવ્યા હતા અને બંનેનો બોન્ડ સ્ટ્રોન્ગ થયો હતો.

રાહુલ મોદીમની વાત કરીએ તો રાહુલ સાતમી ઓક્ટબર, 1990માં થયો હતો અને આ હિસાબે તો શ્રદ્ધા રાહુલ કરતાં ત્રણ વર્ષ મોટી છે. રાહુલ 34 વર્ષનો છે અને શ્રદ્ધા 37 વર્ષની છે. રાહુલના પિતા આમોદ મોદી એક મોટા બિઝનેસમેન છે. ઈન્સ્ટાગ્રામ પર રાહુલના 15 હજાર ફોલોવર્સ છે અને તેની એક સિંગલ પોસ્ટ જ છે.

તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે કાર્તિક અને રાહુલનું એક ખાસ કનેક્શન છે. વાત જાણે એમ છે કે રાહુલ અને કાર્તિકે એક સાથે ત્રણ ફિલ્મોમાં કર્યું છે, જેમાં કાર્તિક લીડ રોલમાં હતો. રાહુલે આકાશવાણી જેવા પ્રોજેક્ટમાં પણ કો-ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button