આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Kutch બોર્ડર પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો , બીએસએફએ પૂછપરછ શરૂ કરી

ભુજ : ગુજરાતની કચ્છ(Kutch) બોર્ડર પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે. જેમાં બીએસએફએ પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની નાગરિકને બોર્ડર પિલર નંબર 1125 નજીકથી ઝડપી પાડ્યો છે. આ પાકિસ્તાની નાગરિક પાસેથી કોઇ શંકાસ્પદ ચીજ વસ્તુ કે હથિયાર નથી મળી આવ્યા એ રાહતની વાત છે. તેમજ તેણે કયા હેતુથી બોર્ડર ક્રોસ કરીને ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો છે. તેમજ આ કામમાં તેની કોણે કોણે મદદ કરી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઘૂસણખોર સિયાલકોટનો વતની

આ અંગે મળતી વિગત અનુસાર બીએસએફ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે વિઘાકોટ નજીકના બોર્ડર પિલર નંબર 1125 પાસેથી એક શખ્સ બોર્ડર ક્રોસ કરી રહ્યો હતો. આ બોર્ડર નજીક પાકિસ્તાનનું મીઠાઈ નામનું ગામ આવેલું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઘૂસણખોર સિયાલકોટનો વતની હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો…India China Border: ચીને ખતરનાક હથિયાર સરહદે લાવ્યું તો ભારત પણ…

પાકિસ્તાન ઘૂસણખોરી માટે પ્રોત્સાહિત કરે છે

ઉલ્લેખનીય છે કે કચ્છમા હાલમાં ડ્રગ્સની હેરાફેરીના મુદ્દે ચર્ચામાં છે. તેમજ હાલ બીએસએફ અને પોલીસ દ્વારા કચ્છ બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના પગલે આ ઘૂસણખોર ઝડપાયો છે. કચ્છ જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે ઘૂસણખોરી રોકવી પડકારરૂપ છે. કારણ કે પાકિસ્તાન નાગરિકોને 3 કિમીની ત્રિજ્યામાંથી તેના સરહદી વિસ્તારમાં પ્રવેશવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button