ટોપ ન્યૂઝનેશનલ

Bihar: બિહારમાં ગુનેગારોના સીધા એન્કાઉન્ટરનો આદેશ! રાજ્ય સરકારના પ્રધાને કર્યો દાવો

પટના: બિહાર(Bihar)માં ખતરનાક ગુનેગારો અને માફિયાને ખતમ કરવા મુખ્ય પ્રધાન નીતિશ કુમાર(Nitish Kumar)ની સરકાર યોગી આદિત્યનાથનું મોડલ અપનાવવા જઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક અહેવાલ મુજબ ગેરકાયદેસર રીતે હથિયારો લઈને ફરતા ગુનેગારોને સીધા ઠાર કરવા(Encounter)ના આદેશ આપવામાં આવ્યા છે, આ માટે દરેક જિલ્લામાં એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે.

બિહાર જમીન સુધારણા અને મહેસૂલ પ્રધાન દિલીપ જયસ્વાલે રાજ્યમાં યોગી મોડલના તર્જ પર ગુનેગારોના એન્કાઉન્ટરનો પ્લાન બનાવ્યો હોવાનો દાવો કર્યો છે. તેમના આ દાવા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સવાલ એ છે કે શું તેમનું આ નિવેદન કોઈ ચોક્કસ ગુનેગારને સૂચના આપવા માટે છે? કે નીતીશ સરકાર યોગી મોડલ અપનાવવા જઈ રહી છે.

દિલીપ જયસ્વાલ પૂર્ણિયાના રુપૌલીમાં વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા હતા. આ દરમિયાન મંચ પરથી ભાષણ આપતાં તેમણે કહ્યું કે હવે દરેક જિલ્લામાં એક SITની રચના કરવામાં આવી છે. ગેરકાયદેસર બંદૂક અને કારતૂસ રાખનારને ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે હવે કોઈ ગુનેગાર બચી નહીં શકે. ગોળીઓ અને બંદૂક લઈને ફરનારા ગુનેગારનું કામ તમામ થઈ જશે. તેમણે એવો પણ દાવો કર્યો કે આ નિર્ણય બિહાર સરકાર દ્વારા કેબિનેટમાં લેવામાં આવ્યો છે.

આ નિવેદનને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલીપ જયસ્વાલે રૂપૌલીથી મહાગઠબંધનના ઉમેદવાર બીમા ભારતી પર નિશાન સાધવા આ વાત કરી હતી. કારણ કે બીમા ભારતીના પતિ વિરુદ્ધ ઘણા ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. પૂર્ણિયાના ભવાનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેપારી ગોપાલ યદુકાની હત્યાના કેસમાં બીમા ભારતીના પુત્ર રાજા પર હત્યાનો કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત