ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.comપર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
MADE નોકરાણી
MAID મુખ્ય
MEND બનાવ્યું
MAIN કેશવાળી
MANE સુધારવું
ઓળખાણ રાખો
મુખ્યત્વે ઉત્તર યુરોપ, સાઈબીરિયા અને ઉત્તર અમેરિકામાં જોવા મળતા હરણ જેવા દેખાતા પ્રાણીની ઓળખાણ પડી? પર્વતીય વિસ્તારમાં વસવાટ કરે છે.
અ) BISON બ) PRONGHORN ક) REINDEER ડ) BEAVER
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘બની તરુવર ટાળી દારિદર, કરતા રહો ઉપકાર’ પંક્તિમાં તરુવર શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) તરવૈયા બ) આશ્રય ક) વિશાળ વૃક્ષ ડ) આશીર્વાદ
માતૃભાષાની મહેક
સંગીતમાં કાળનો અર્થ એક જાતનું માપ થાય છે. ગાવા બજાવવા અને નાચ કરવામાં જે જે ક્રિયાઓ કરવામાં આવે છે, તે દરેકમાં કેટલી વાર સુધી, કેવી રીતે, કયા સ્વરની તથા હાથ પગની ચાળવણી કરવી એટલે કયો સ્વર કેટલો લાંબો ટૂંકો લેવો અને કયા ઠેકાણે કેટલો વિરામ લેવો વગેરેનું પ્રમાણ જે બતાવે છે તેને કાળ કહે છે.
ગુજરાત મોરી મોરી રે
‘થાળી વેચીને વાટકા કરતા કમઅક્કલ સ્વભાવના’ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
બુદ્ધિ લીધી કબુધિયાને વેચીને થોડી ઘોડી ઘર
ઈર્શાદ
જોઈ કુબેરી ભાગ્ય હથેળીમાં ખુશ ન થા,
સંભવ છે ખાલી હાથનો કિસ્સો ફરી બને.
— શૂન્ય પાલનપુરી
માઈન્ડ ગેમ
ઈ. સ. પૂર્વે ૭૫૦માં બંધાયેલા મંદિરને ઈસવી સનના કયા વર્ષમાં ૨૦૦૦ વર્ષ પૂરા થયા હશે એ ગણિતનું જ્ઞાન વાપરી ગણતરી કરી જણાવો.
અ) ૧૨૫૦ બ) ૧૭૫૦
ક) ૨૧૦૦ ડ) ૨૭૫૦
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
SMELL સૂંઘવું
SMILE સ્મિત
SMITE મારવું
SMOKE ધુમાડો
SMIRCH ખરડવું
ગુજરાત મોરી મોરી રે
દાઝ્યા ઉપર ડામ ને પડ્યા ઉપર પાટું
ઓળખાણ પડી?
જોશુઆ
માઈન્ડ ગેમ
૨૬૯૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
પવન
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) ડૉ. પ્રકાશ કટકિયા (૪) ભારતી પ્રકાશ કટકિયા (૫) ધીરેન્દ્ર ઉદ્દેશી (૬) ભારતી બુચ (૭) સુભાષ મોમાયા (૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૯) નીતા દેસાઈ (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) કમલેશ મૈઠિયા (૧૨) શ્રદ્ધા આશર (૧૩) મહેન્દ્ર લોઢાવિયા (૧૪) પ્રવીણ વોરા (૧૫) પુષ્પા પટેલ (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) મહેશ દોશી (૧૮) નિખિલ બંગાળી (૧૯) અમીશી બંગાળી (૨૦) શીરીન ઔરંગાબાદવાલા (૨૧) તાહેર ઔરંગાબાદવાલા (૨૨) અબદુલ્લા એફ. મુનીમ (૨૩) કિશોર બી. સંઘરાજકા (૨૪) જ્યોતિ ખાંડવાલા (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) મીનળ કાપડિયા (૨૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૯) સુરેખા દેસાઈ (૩૦) નંદકિશોર સંજાણવાળા (૩૧) દિલીપ પરીખ (૩૨) કલ્પના આશર (૩૩) જગદીશ ઠક્કર (૩૪) વિણા સંપટ (૩૫) દેવેન્દ્ર સંપટ (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) હેમા હરીશ ભટ્ટ (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) અંજુ ટોલિયા (૪૧) ભાવના કર્વે (૪૨) શિલ્પા શ્રોફ (૪૩) હર્ષા મહેતા (૪૪) પુષ્પા ખોના (૪૫) અલકા વાણી (૪૬) વિજય આસર (૪૭) નિતીન બજરિયા (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) જયવંત પદમશી ચિખલ (૫૦) ઈનાક્ષી દલાલ (૫૧) હિના દલાલ (૫૨) રમેશ દલાલ (૫૩) જ્યોત્સના ગાંધી (૫૪) મહેશ સંઘવી (૫૫) અરવિંદ કામદાર (૫૬) અશોક સંઘવી