આમચી મુંબઈમહારાષ્ટ્ર

Mahayutiને મળશે મોટો ઝટકોઃ આ દિગ્ગજ નેતા છેડો ફાડી ફરી મૂળ પક્ષમાં જાય તેવી સંભાવના

મુંબઈઃ લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ અન્ય રાજ્યોના નેતાઓ ભલે થોડો આરામ ફરમાવી લે, પરંતુ મહારાષ્ટ્રના રાજનેતાઓની દોડભાગ યથાવત છે અથવા તો વધી છે. રાજ્યમાં ચારેક મહિનામાં વિધાનસભાની ચૂંટણી (Maharashtra Vidhansabha Election) આવીને ઊભી રહેશે ત્યારે નેતાઓની કૂદાકૂદની શરૂઆત પણ થશે. મહારાષ્ટ્રમાં રાજકીય ચિત્ર ઘણું ગૂંચવાયેલું છે. એનસીપી અને શિવસેના (NCP-Shivsena) બે જૂથમાં વહેંચાઈ ગઈ છે, આથી આ ચારેય જૂથમાં ફેરફાર થવાની પૂરી સંભાવના છે. એવું પણ બન્ને કે ચૂંટણી પહેલા બે ફાંટામાં વહેંચાયેલો પક્ષ ફરી એક પક્ષ બની જાય. આ બધી સંભાવનાઓ વચ્ચે એક મોટા સમાચાર વહેતા થયા છે.

મહારાષ્ટ્રના મોટા ગજ્જાના નેતા અને પછાત જાતિઓ પર સારું એવું વર્ચસ્વ ધરાવનાર

Mahayuti will get a big blow: This veteran leader is likely to break away and go back to the original party.

Chagan Bhujbal પક્ષ છોડીને જવાના હોવાના સમાચારે ચર્ચા જગાવી છે. ભુજબળ હાલમાં અજિત પવારની (Ajit Pawar) એનસીપીમાં છે અને મહાયુતિ સરકારમાં કેબિનેટ પ્રધાન પણ છે. અગાઉ પણ ભુજબળ ઘણા નારાજ હતા, પરંતુ લોકસભાની ચૂંટણી અને તેના પરિણામો બાદ તેમની ધીરજ ખૂટી હોવાનું નીકટના નેતાઓ જણાવે છે.

છગન ભુજબળે નાશિકથી લોકસભાની ટિકિટ માગી હતી, જે પક્ષે અને મહાયુતિએ નકારી હતી. ટિકિટની રાહ જોઈ આખરે તેમણે જ જાહેર કરવું પડ્યું કે તેઓ લોકસભાની ચૂંટણી લડવા માગતા નથી. આ ઝટકાથી મોટો ઝટકો આપ્યો અજિત પવારે. રાજ્યસભામાં અજિત પવારના પત્ની સુનેત્રા પવારને (Sunetra Pawar) ઉમેદવારી મળતા Chagan Bhujbal ભારે નારાજ થયા છે. માત્ર ભુજબળ જ નહીં તેમના ઘણા સમર્થકો પણ વિરોધા મૂળમાં હતા, પરંતુ સામે અજિત પવારના (Ajit Pawar) પત્ની હોવાથી કંઈ ખાસ બોલી શક્યા નહીં. સુનેત્રા પવારને હવે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળવાની ચર્ચા છે ત્યારે છગન ભુજબળ અને પ્રફુલ પટેલ સહિતના મોટા નેતાઓ અકળાઈ રહ્યા છે.

આ પણ વાંચો : Sunetra Pawar કેબિનેટમાં જશે તો અજિત પવાર જૂથમાં ખલબલી મચી જશે?


ભુજબળે ગઈકાલે તેમની અધ્યક્ષતામાં ચાલતી સંસ્થા સમતા પરિષદની બેઠકમાં બળાપો કાઢ્યો હોવાનું જાણવા મળે છે.

શુ ભુજબળ મૂળ પક્ષમાં પાછા ફરશે?
Mahayuti will get a big blow: This veteran leader is likely to break away and go back to the original party.
છગન ભુજબળ એનસીપી છોડી રહ્યા છે તે વાત તો પાક્કી હોવાનું એક નેતાએ જણાવ્યું, પણ સવાલ એ છે કે તેઓ છોડ્યા બાદ ક્યા પક્ષમાં જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે 76 વર્ષીય ભુજબળ આજે પણ ખૂબ જ એક્ટિવ છે અને પછાતવર્ગના નેતા તરીકે તેમની લોકપ્રિયતા ઘણી છે. ભુજબળના નજીકના નેતાના જણાવ્યા અનુસાર તેઓ પાછા શરદ પવારની એનસીપીમાં ફરવા માગતા નથી, પરંતુ તેમના મૂળ પક્ષ શિવસેના વિશે વિચારી શકે છે. ભુજબળની રાજકીય કારકિર્દીની શરૂઆત બાળ ઠાકરેની શિવસેનાથી થઈ હતી. લોકસભા ચૂંટણીમાં શિવસેના (ઉદ્ધવ)એ સારો દેખાવ કર્યો છે ત્યારે તે ફરી શિવસૈનિક થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત તે પોતાનો પક્ષ બનાવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવે છે. જે થાય તે થોડા સમયમાં સ્પષ્ટ થશે, પણ મહારાષ્ટ્રમાં દિવાળી પહેલા જ તડાફડી ફૂટતી રહેશે તે નક્કી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button