નેશનલ

America ના NSAની પીએમ મોદી અને વિદેશ મંત્રી સાથે મુલાકાત, ટેકનોલોજી પર ભાગીદારી વધારવા ચર્ચા

નવી દિલ્હી : અમેરિકાના(America)રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) જેક સુલિવન સોમવારે બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા છે. તેઓ વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Modi)પણ મળ્યા હતા. આ બેઠક બાદ પીએમએ એક પોસ્ટમાં કહ્યું, ‘અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને મળ્યા. વૈશ્વિક કલ્યાણ માટે ભારત-યુએસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ભારત પ્રતિબદ્ધ છે.

સ્પેસ રિસર્ચ જેવી ઊભરતી ટેક્નોલોજીઓ પર ભાગીદારી વધારવાની યોજના

વિદેશ મંત્રી જયશંકરે ટ્વિટર પરની પોસ્ટમાં કહ્યું, ‘દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ હતી. એવી અપેક્ષા છે કે ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી આગળ વધશે. આ પછી બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની મુલાકાત થઈ. ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (iCET) પર પહેલ ઉપરાંત, દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. iCET સેમિકન્ડક્ટર, AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ડિફેન્સ ઈનોવેશન, સ્પેસ રિસર્ચ જેવી ઊભરતી ટેક્નોલોજીઓ પર ભાગીદારી વધારવાની યોજના ધરાવે છે.

યુરોપ ઈકોનોમિક કોરિડોર વિશે વાત કરી

જેક સુલિવન 17-18 જૂન સુધી દિલ્હીની મુલાકાતે છે. મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ અમેરિકી વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીની આ પ્રથમ મુલાકાત છે. સુલિવનની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ ઉપરાંત ઉદ્યોગ જગતના લોકો પણ તેમાં સામેલ છે. એવું માનવામાં આવે છે કે બંને દેશોના NSA એ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચર્ચામાં આવેલા ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર વિશે વાત કરી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button