વેકઅપ વિક્રમ અને પ્રજ્ઞાનઃ શું કહે છે ઈસરોના વૈજ્ઞાનિકો?
ઈસરોનું ચંદ્રયાન-3 મિશન સફળ થયું છે અને હવે લોકો આતુરતાપૂર્વક 23મી સપ્ટેમ્બરના શું થાય છે? એ તરફ મંડાયેલી છે, પરંતુ આ બાબતે ઈસરોના વૈજ્ઞાનિકો શું કહે છે એ જાણવું ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે આવો જોઈએ ઈસરોના વૈજ્ઞાનિકોનું શું કહેવું છે-
ઈસરોના વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે 23મી સપ્ટેમ્બરના ચંદ્રયાન-3 લેન્ડર અને રોવર ફરી એક્ટિવ થઈ શકે છે અને જો એવું થશે તો ચંદ્રયાનનું રોવર ફરી એક વખત ચંદ્રની સપાટી પર વધુ એક્સપરિમેન્ટલ ડેટા ઈસરોને મોકલાવી શકે છે.
ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિર્દેશક નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે ત્રીજી સપ્ટેમ્બરના ચંદ્રના સાઉથ પોલ પર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સ્લિપ મોડમાં જતા રહ્યા હતા. લેન્ડર અને રોવર પર સોલાર પેનલ બેસાડવામાં આવી છે અને ચાંદના દક્ષિણ ધ્રુવ સૂર્યોદય થશે એટલે રિચાર્જ થઈ શકે છે.
દેસાઈએ વધુમાં એવું પણ કહ્યું હતું કે અમારા પ્લાનિંગ પ્રમાણે 23મી સપ્ટેમ્બરના લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવર રિવાઈવ થઈ જશે. ચંદ્ર પર હવે દિવસ થવાની શરૂઆત થઈ રહી છે, પણ હવે જોવાની વાત એ છે કે રાતના સમયે જ્યારે ચંદ્ર પર ઉષ્ણતામાન -120 થી -200ની વચ્ચે હોય છે ત્યારે શું સોલાર પેનલ સરખી રીતે કામ કરે છે કે નહીં?
જ્યારે સ્પેસ સાયન્ટિસ્ટ ડો. આરસી કપૂરને લેન્ડર અને રોવરના ફરી એક્ટિવ થવા વિશે સવાલ કરવામાં આવ્યો તો એમણે જણાવ્યું હતું કે લેન્ડર અને રોવરે પોતાનું કામ તો કરી જ દીધું છે. જ્યારે બંનેને સ્લિપ મોડમાં નાખવામાં આવ્યા હતા ત્યારે તેમના તમામ ઉપકરણો યોગ્ય રીતે કામ કરી રહ્યા હતા. ઈસરો પાસે પહેલાંથી જ કામ કરવા માટે પુષ્કળ ડેટા છે. એવું બની શકે છે કે બંનેના ઉપકરણો પહેલાંની જેમ કામ ના કરે, પણ તેમ છતાં થોડી આશા બાકી છે. શક્ય છે કે કોઈ સારા સમાચાર સાંભળવા મળી જાય.