નેશનલસ્પેશિયલ ફિચર્સ

Health: પુરુષો માટે વિશેષ ફાયદાકારક છે આ કંદમૂળ, જાણો ફાયદા

આપણા ભોજનમાં ઘણી એવી વસ્તુઓ છે જે આપણે ખાઈએ છીએ, પરંતુ તેના ફાયદા નથી જાણતા. આજે અમે જે કંદમૂળની વાત કરવાના છીએ, તે અમુક લોકો ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખી ખાતા નથી કે અમુકને તેની વાંસ નથી ગમતી, પરંતુ તે શરીરને ઘણું ફાયદાકારક છે. ખાસ કરીને પુરુષો માટે વિશેષ ફાયદાકારક છે. આ વસ્તુનું નામ છે કાંદા અથવા ડુંગળી. (health benifits of onion)

એક એવો મોટો વર્ગ પણ છે જેમને શાકમાં કાંદા ન હોય તો ચાલતું નથી. ડુંગળી માત્ર ખાવાનો સ્વાદ જ વધારતી નથી પરંતુ તેના સેવનથી ઘણા સ્વાસ્થ્ય સંબંધિત લાભો પણ છે. ઊનાળામાં ડુંગળી તમને હીટ સ્ટ્રોકથી પણ બચાવી શકે છે. (health tips) ડાયટિશિયનનું કહેવું છે કે કાચી ડુંગળી ગરમીથી રાહત આપે છે. ડુંગળીમાં કુદરતી ઠંડકનો ગુણ હોય છે. તે પાણીથી ભરપૂર હોય છે, જે શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે. તેમાં સોડિયમ અને પોટેશિયમ પણ હોય છે, જે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે.

ડુંગળીમાં જોવા મળતા ક્વેર્સેટિન અને સલ્ફર શરીરને ઠંડક આપવામાં મદદ કરે છે. ડુંગળીમાં ફલેવોનોઈડ્સ, પોલિફીનોલ્સ અને સલ્ફર સંયોજનો જેવા ફાયટોકેમિકલ્સ પણ હોય છે. આ ઘટકો ડુંગળીના એન્ટીઑકિસડન્ટ, એન્ટિમાઇક્રોબાયલ અને કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપતા બનાવે છે.

આ પણ વાંચો : WhatsApp cyber fraud: મિત્રને પૈસા મોકલતા પહેલા 100 વાર વિચારજો, સાયબર ક્રિમિનલ્સ અપનાવી રહ્યા છે આ ટેકનીક

સામાન્ય તાપમાન જાળવવા માટે શરીરને વધુ મહેનત કરવી પડે છે. તેનાથી હૃદય, ફેફસાં અને કિડની પર વધારાનું દબાણ પડે છે. ડુંગળીમાં હાજર એલિલ સલ્ફાઈડ બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે. ડુંગળીમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રીબાયોટીક્સ હોય છે. તેઓ આપણા આંતરડામાં રહેતા સારા બેક્ટેરિયાને પોષણ આપે છે અને આ બેક્ટેરિયા નાના ફેટી એસિડ્સ ઉત્પન્ન કરે છે જે પાચન માટે જરૂરી છે.

હવે વાત કરીએ પુરુષો માટે શા માટે વિશેષ ફાયદો કરાવે છે. ડુંગળીમાં જોવા મળતું ક્રોમિયમ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારા ડાયટમાં ડુંગળીને અવશ્ય સામેલ કરો. ડુંગળી ખાવાથી તમારું યુરીન પ્રોડક્શન સરળતાથી શરીરમાંથી ખરાબ પદાર્થોને દૂર કરી શકે છે. પુરુષોને પથરીની સમસ્યા હોય છે ત્યારે તે મદદરૂપથઈ શકે છે. અને ખાસ કરીને ડુંગળીને કામોત્તેજક ખોરાક પણ માનવામાં આવે છે. તે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન વધારવામાં પણ મદદ કરે છે. જેના કારણે તેમનું સેક્સ્યુઅલ પરફોર્મન્સ (sexual performance) સુધરી શકે છે.
જે પુરુષો જાતીય આનંદ માણવામાં મુશ્કેલીઓ અનુભવતા હોય અને જેમને આ પ્રકારની સમસ્યા હોય તેમની માટે કાંદા ખાવા ફાયદાકારક છે.

આથી તમે તમારા તબીબી નિષ્ણાતની સલાહ બાદ જો આ પ્રયોગો કરો તો તમને ચોક્કસ ફાયદો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button