નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ: મૃત્યુઆંક આઠ થયો
નાગપુર: નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં ઘવાયેલા વધુ એક કર્મચારીનું મૃત્યુ થતાં મૃત્યુઆંક આઠ થયો છે.
શ્રદ્ધા વનરાજ પાટીલ (22)ની સારવાર ચાલી રહી હતી અને શનિવારે તેનું મૃત્યુ થયું હતું, એમ દાંડે હોસ્પિટલના ડો. પિનાક દાંડેએ જણાવ્યું હતું. અન્ય એક કર્મચારી પ્રમોદ ચવારેની સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા આઠ જણમાં છ મહિલાનો સમાવેશ હતો.
આ પણ વાંચો: નાગપુરમાં ગનપાવડરની ફેક્ટરીમાં વિસ્ફોટ પછી ભીષણ આગઃ પાંચના મોત
નાગપુરમાં હિંગણા પોલીસ સ્ટેશનની હદમાં ધામણા ગામમાં આવેલી ફેક્ટરીમાં ગુરુવારે બપોરે એક વાગ્યે બ્લાસ્ટ થયો હતો. એ સમયે ફેક્ટરીના પેકેજિંગ યુનિટમાં કર્મચારીઓ પેકિંગનું કામ કરી રહ્યા હતા. બ્લાસ્ટમાં નવ જણ ઘવાયા હતા, જેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પોલીસે આ પ્રકરણે શુક્રવારે ફેક્ટરીના ડિરેક્ટર જય શિવશંકર ખેમકા અને મેનેજર સાગર દેશમુખની ધરપકડ કરી હતી, જેમને બાદમાં જામીન મળ્યા હતા. (પીટીઆઇ)