Chhattisgarh માં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, આઠ નક્સલીઓ ઠાર
રાયપુર : છત્તીસગઢ(Chhattisgarh)ના નારાયણપુર વિસ્તારના અબુઝમાડમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં આઠ નક્સલવાદીઓ(Naxalite)માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. સુરક્ષા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે. નારાયણપુર જિલ્લાના માડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે અબુઝમાડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં કુલ 8 નક્સલવાદીઓ માર્યા ગયા છે. સેનાનો એક જવાન પણ શહીદ થયો છે જ્યારે બે જવાનો ઘાયલ થયા છે.
અબુઝમાડ મુશ્કેલ વિસ્તાર છે
અબુઝમાડ એક પહાડી, જંગલ વિસ્તાર છે જે નારાયણપુર, બીજાપુર જિલ્લા અને દંતેવાડા જિલ્લામાં આવે છે. ભૌગોલિક રીતે આ એક મોટાભાગે દુર્ગમ વિસ્તાર છે અને આ વિસ્તાર માઓવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર માનવામાં આવે છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, અબુઝમાડના જંગલમાં આજે સવારે ગોળીબાર શરૂ થયો જ્યારે ચાર જિલ્લા – નારાયણપુર, કાંકેર, દંતેવાડા અને કોંડાગાંવના સુરક્ષા જવાનોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં ગઈ હતી.
12 જૂને ઓપરેશન શરૂ થયું હતું
ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG),સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ની 53મી બટાલિયન ચાર જિલ્લામાંથી નક્સલવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા આ ઓપરેશનમાં સામેલ છે. આ ઓપરેશન 12 જૂને શરૂ કરવામાં આવ્યું હતું. પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (પીએલજીએ) કંપની નંબર 6 પર સુરક્ષા દળો દ્વારા આ ઓપરેશન સૌથી મોટો હુમલો હતો.
જેમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા નક્સલવાદીઓ પર કુલ 38 લાખ રૂપિયાનું ઈનામ હતું. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા છ માઓવાદીઓને માર્યા ગયાના થોડા દિવસો બાદ આ ઘટના બની છે.
Also Read –