અયોધ્યા જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ થઇ બંધ, જાણો કારણ
તમે ઓછા ભાડાની એરલાઇન સ્પાઇસજેટને જાણતા જ હશો. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ તેણે ઘણા શહેરોમાંથી અયોધ્યા માટે સીધી ફ્લાઈટ શરૂ કરી હતી. હવે કંપનીએ કેટલાક શહેરોથી અયોધ્યાની સીધી ફ્લાઇટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં ભવ્ય અભિષેક સમારોહ થયો હતો. તે પહેલા સરકારે અયોધ્યા શહેરને એરપોર્ટ, નવું રેલ્વે સ્ટેશન, નવું બસ સ્ટેન્ડ વગેરે સુવિધાઓ પૂરી પાડી હતી. લગભગ તમામ એરલાઇન્સે દેશના ઘણા શહેરોમાંથી અયોધ્યા માટે સીધી ફ્લાઇટ્સ શરૂ કરી હતી.
આ પણ વાંચો: કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને અયોધ્યામાં રામલલ્લા સામે માથું નમાવ્યું, કહ્યું- અમારા માટે ગર્વની વાત છે.
આમાં સ્પાઈસ જેટ પણ સામેલ હતી. પરંતુ હવે કંપનીને અયોધ્યા જતી ફ્લાઈટમાં પૂરતા મુસાફરો નથી મળી રહ્યા. એટલા માટે તે મોટાભાગના શહેરોમાંથી સીધી ફ્લાઇટ્સ બંધ કરી રહી છે. સ્પાઈસજેટના પ્રવક્તાએ કહ્યું હતું કે અમારો ફ્લાઈટ પ્રોગ્રામ સંપૂર્ણપણે માંગ અને બિઝનેસના આધારે ચલાવવામાં આવે છે. અમુક શહેરોથી અયોધ્યાની ફ્લાઇટની ઓછી માગને કારણે અમે એ રૂટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે અયોધ્યા ખાતે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 30 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. આ વર્ષે 1 ફેબ્રુઆરીથી સ્પાઈસજેટે ચેન્નાઈ, અમદાવાદ, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, જયપુર, દરભંગા, પટના જેવા શહેરોમાંથી અયોધ્યાની સીધી ફ્લાઇટ શરૂ કરી હતી.
ત્યાર બાદ સ્પાઇસ જેટે હૈદરાબાદથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરી હતી. હવે એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સ્પાઇસ જેટે મુંબઈ, બેંગલુરુ, જયપુર, પટના અને દરભંગા અને હવે હૈદરાબાદથી અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ બંધ કરી દીધી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે કંપનીએ કહ્યું છે કે ચેન્નાઈથી અયોધ્યા સુધીની ફ્લાઈટ્સ ચાલુ રહેશે.