ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

KUWAIT: એક ઈમારતમાં ભીષણ આગ, 5 ભારતીયો સહિત 41 લોકોના મોત

કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં એક બિલ્ડિંગમાં આગ લાગતા ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે, એમ કુવૈતના સ્થાનિક મીડિયાએ બુધવારે જણાવ્યું હતું. અહેવાલો અનુસાર, આ દુઃખદ ઘટનામાં પાંચ ભારતીયોના પણ મોત થયા છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં મલયાલમ લોકોની મોટી વસ્તી રહે છે. મૃતકો કેરળના હોવાનું કહેવાય છે. જો કે, સત્તાવાળાઓ તરફથી સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કુવૈતી મીડિયાના જણાવ્યા અનુસાર આગ બુધવારે સવારે લાગી હતી.

કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, તમામ ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર છે, મંત્રાલયે જણાવ્યું હતું કે તબીબી ટીમો બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય તબીબી સંભાળ પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

Read This…



એક રિપોર્ટ અનુસાર, બિલ્ડિંગમાં લગભગ 195 મજૂરો રહે છે. આ બિલ્ડિંગની માલિકી મલયાલી બિઝનેસમેન પાસે છે. જો કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો અંદર ફસાયેલા હોવાના અહેવાલ છે.

દરમિયાન વિદેશ પ્રધાન આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસે અસરગ્રસ્ત લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો છે. એસ જયશંકરે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે. ”જે લોકોએ દુ:ખદ ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. જેઓ ઘાયલ થયા છે તેઓને જલ્દી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના. અમારું એમ્બેસી આ સંબંધમાં તમામ સંબંધિતોને સંપૂર્ણ મદદ કરશે. એમ્બેસી તમામ શક્ય સહાય આપવા માટે પ્રતિબદ્ધ છે. ” વિદ્શ પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે કુવૈતમાં ભારતીય રાજદૂતે કેમ્પની મુલાકાત લીધી છે જ્યાં ઘાયલ કામદારોની સંભાળ રાખવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button