આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ મહેનત કરી પણ….: ચંદ્રકાંત પાટીલે શું કહ્યું

મુંબઈઃ ઉદ્ધવ ઠાકરેએ લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ખૂબ જ પ્રયત્નો કર્યા હોવા છતાં સાથી પક્ષો કોંગ્રેસ અને એનસીપી (એસપી) ને વધુ ફાયદો થયો હોવાનું જણાય છે, એમ ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે મંગળવારે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના વરિષ્ઠ મંત્રી પાટીલે અહીં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી ન હતી, પરંતુ તેમણે સખત પ્રચાર કર્યો હતો. જોકે, પરિણામ દર્શાવે છે કે એનસીપી (એસપી) અને કોંગ્રેસને તેમના પ્રયાસોથી વધુ ફાયદો થયો છે.
પાટિલે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ઠાકરે ભાજપ સાથે હતા ત્યારે તેમની પાર્ટીએ ૧૮ લોકસભા બેઠક જીતી હતી. કોંગ્રેસ અને એનસીપી (એસપી) સાથે તેમણે નવ બેઠક જીતી હતી. તેમણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

ઠાકરેની શિવસેના (યુબીટી) એ રાજ્યની ૪૮ લોકસભા બેઠકોમાંથી ૨૧ બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ માત્ર નવ જ જીતી હતી. બીજી તરફ કોંગ્રેસે ૧૭ બેઠકો પર ચૂંટણી લડી અને ૧૩ જીત્યા. સાંગલી લોકસભા મતવિસ્તારમાં કોંગ્રેસના નેતા અને બળવાખોર ઉમેદવાર પણ જીત્યા અને બાદમાં પક્ષને સમર્થન આપ્યું. એનસીપી (શરદચંદ્ર પવાર)એ ૧૦ બેઠક પર ચૂંટણી લડી અને આઠ બેઠકો જીતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button