ઓડિશાના નવા મુખ્ય પ્રધાનના નામની જાહેરાતઃ મહારાષ્ટ્રની ફોર્મ્યુલા લાગુ
ભુવનેશ્વર: લોકસભાની ચૂંટણીના પરિણામો (Lok Sabha and Assembly election’s reusluts)માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને ઓડિસામાં સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમતી મળ્યાના અઠવાડિયા પછી આજે વિધિવત રીતે નવા મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરી છે. કેન્દ્રમાં એનડીએએ સત્તા પ્રાપ્ત કર્યા પછી આજે સૌથી પહેલા બહુમતીવાળા રાજ્ય ઓડિસા માટે મુખ્ય પ્રધાનની પસંદગી કરવામાં આવી હોવાની કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહે જાહેરાત કરી હતી.
ભાજપની આગેવાની હેઠળની સરકારવાળા રાજ્યમોમાં એક મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાન (ડેપ્યૂટી સીએમ)ની ફોર્મ્યુલા ઓડિસામાં અપનાવી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ સહિત અન્ય રાજ્યમાં એક સીએમ બે ડેપ્યૂટી સીએમ રાખ્યા છે. ઓડિસામાં પણ એ જ ફોર્મ્યુલાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: ઓડિશામાં CM સાથે સાથે CM houseની પણ શોધ! નવીન પટનાયક ઘરેથી જ કામ કરતા
ભાજપે ઓડિશાના નવા મુખ્ય પ્રધાન તરીકે મોહન ચરણ માંઝીના નામ પર મહોર મારી છે. બે નાયબ મુખ્ય પ્રધાનમાં એક મહિલા પ્રભાતી પ્રવિદા અને બીજા કેવી સિંહ દેવનો સમાવેશ થાય છે. વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી હતી. ભાજપને બહુમતી મળતા હરીફ બીજુ જનતા દળના વડા નવીન પટનાયકને મુખ્ય પ્રધાનપદેથી હાથ ધોવા પડ્યા હતા.
નવીન પટનાયક 2000થી લઈને 2024 સુધી મુખ્ય પ્રધાનપદે રહ્યા હતા. 24 વર્ષ અને 98 દિવસ સુધી સીએમપદે રહ્યા હતા અને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મળી નહોતી. આજે નવા મુખ્ય પ્રધાનપદે મોહન માંઝીની પસંદગી કરી છે, જ્યારે એની સાથે અઢી દાયકા બાદ રાજ્યને નવા પાર્ટીના મુખ્ય પ્રધાન મળ્યા છે. આવતીકાલે ભુવનેશ્વરમાં શપથગ્રહણનો કાર્યક્રમ રહેશે, જ્યારે અહીંના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત પણ રહેશે.