પોલીસની ટેસ્ટ લેવાની ઈચ્છા થઈ અને 13 વર્ષના ટીનેજરે કર્યું એવું પરાક્રમ કે…

દિલ્હીથી કેનેડા જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ (Bomb On Delhi-Canada Flight)નો હોવાની ધમકી આપતો ઈમેલ પાંચમી જૂનના સવારે 10.50 કલાકના પોલીસને મળ્યો અને આ ઈમેલ મળતાં જ ખળભળાટ મચી ગયો. હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. એર કેનેડાની દિલ્હીથી ટોરન્ટ જઈ રહેલી ફ્લાઈટ (Delhi Canada Fligh tAC43)માં બોમ્બની ધમકી આપનાર 13 વર્ષનો ટીનેજર છે અને એનાથી પણ ચોંકાનવારી બાબત તો એ હતી કે આ કિશોર પોલીસની ટેસ્ટ લેવા માંગતો હતો એ કારણસર તેણે આવો ઈમેલ કર્યો હતો.
ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી અને આ તપાસમાં તેમની સામે જે બાબત આવી એ ખરેખર ચોંકાવનારી હતી. પોલીસે આ મામલે 13 વર્ષના એક કિશોરની ધરપકડ કરી હતી અને એવું પણ જાણવા મળ્યું હતું કે જે મેલ આઈડી પરથી મેલ મોકલવામાં આવ્યો છે એ મેલ મોકલવાના એક કલાક પહેલાં જ બનાવવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશના મેરઠથી આ મેલ કરવામાં આવ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ મેરઠ પહોંચી ગઈ હતી અને ત્યાં જઈને જોયું તો મેલ કરનાર 13 વર્ષનો કિશોર નીકળ્યો.
આ પણ વાંચો: Bombay Bomb Blast : મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીની કોલ્હાપુર જેલમાં હત્યા
પોલીસે આ કિશોરની ધરપકડ કરીને તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કર્યો હતો. બાળકે પોલીસને જણાવ્યું હતું કે તેને મુંબઈની એક ફ્લાઈટમાં બોમ્બ હોવાના આવેલા કોલને જોઈને આ આઈડિયા આવ્યો હતો અને તેને માત્ર એ જોવું હતું કે પોલીસ તેનો મેલ આઈડી ટ્રેસ કરી શકે કે છે નહીં? તેણે આ ધમકી માત્ર મોજ-મસ્તી ખાતર આપી હતી.
પોલીસને આપેલી માહિતીમાં કિશોરે જણાવ્યું હતું કે તેણે પોતાના મોબાઈલ પર એક ફેક મેલ આઈડી બનાવ્યો હતો અને મમ્મીના મોબાઈલથી હોટસ્પોટ લઈને તેણે દિલ્હી-કેનેડા જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાનો મેલ મોકલાવ્યો હતો. ટીવી પર આ સમાચાર જોઈને કિશોર ગભરાઈ ગયો હતો અને તેણે પોતાના પરિવારને આ વાતની જાણ નહોતી કરી. પોલીસે કિશોરનો ફોન જપ્ત કરી લીધો છે અને હાલમાં તેની કાઉન્સેલિંગ કરવામાં આવી રહી છે.